હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે શેત્રુંજી સહિત નદીઓમાં પૂરની સ્થિતિ

05:00 PM Jun 23, 2025 IST | revoi editor
Advertisement

અમરેલીઃ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા જિલ્લાની તમામ નદીઓ બેકાંઠા બની છે, જેમાં શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અમરેલી-બગસરા વચ્ચે આવેલા બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Advertisement

રાજ્યના હવામાન વિભાગે, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ,  બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા,  આણંદ, ભરૂચ,  પંચમહાલ, જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી જિલ્લામાં રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા જિલ્લાની તમામ નદીઓ બેકાંઠા બની છે, જેમાં શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું છે.

ગુજરાતમાં આવતી કાલે તા. 24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે  25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharAmreli districtBreaking News Gujaratifloods in rivers including ShetrunjiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRainSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article