For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને હવે માંદગીની રજાનો લાભ મળશે

05:50 PM Jan 13, 2025 IST | revoi editor
ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને હવે માંદગીની રજાનો લાભ મળશે
Advertisement
  • કર્મચારીઓએ મેડિકલ સર્ટી સાથે રજા ફોર્મ ભરવું પડશે
  • ફિક્સ પગારના કર્મીઓને પુરા પગારમાં 10 દિવસ અને અડધા પગારમાં 20 રજા મળશે
  • સરકારના નિર્ણયને કર્મચારીઓએ આપ્યો આવકાર

ગાંધીનગરઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયમાં રજાનો લાભ આપવાની જાહેરાત કરતા ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત થઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયે રજાનો લાભ આપવા વિવિધ કર્મચારી મંડળોએ પણ સરકાર સમક્ષ રજુઆતો કરી હતી, ત્યારબાદ સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને મેડિકલ લીવ યાને માંદગીની રજાનો લાભ આપવાની જાહેરાત કરી છે.

Advertisement

ગુજરાત સરકારના ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજાનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં ફિક્સ પગારી કર્મચારી કે તેના પરિવારની વ્યક્તિ બિમારી કે અકસ્માતમાં ગંભીર ઇજાના કિસ્સાઓમાં ફિક્સ પગારી કર્મચારીઓને પુરા પગારમાં દસ અથવા અડધા પગારમાં વીસ દિવસની રજા મેડિકલ પ્રમાણપત્રના આધારે આપવામાં આવશે. રાજ્ય સરકારના આવા નિર્ણયથી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ફિક્સ પગારી કર્મચારીઓના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી.

સરકારી કચેરીઓમાં ભરતી કરાયેલા ફિક્સ પગારી કર્મચારીઓને બાર સીએલ સિવાય કોઇપણ લાભ આપવામાં આવતો નહી હોવાથી કર્મચારીઓમાં નારાજગી ઉભી થવા પામી હતી. ઉપરાંત કાયમી કર્મચારીઓ દ્વારા પણ ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજા સહિતના લાભો આપવાની માંગણીઓ કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારે ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજા આપવાનો નિર્ણય લેવાયો છે. જેથી ફિક્સ પગારના કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement