For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શ્રાવણના પ્રથમ સોમવારે: સોમનાથમાં નીકળી પાલખીયાત્રા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

12:50 PM Jul 28, 2025 IST | revoi editor
શ્રાવણના પ્રથમ સોમવારે  સોમનાથમાં નીકળી પાલખીયાત્રા  મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
Advertisement

વેરાવળઃ શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ખાતે શિવભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. મંદિરના પટ્ટાંગણમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ લાંબી કતારો લગાવી હતી અને મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો સાથે ભાવિકોને કોઈ સમસ્યા ન ઉભી થાય તેના માટે બેરીકેટ બનાવાયા છે ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યાં છે.

Advertisement

આ વર્ષથી પાલખીયાત્રાના આયોજનમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પરંપરાગત રીતે શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત, હવે શ્રાવણ માસની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી વધુ શ્રદ્ધાળુઓને આ પવિત્ર યાત્રાનો ભાગ બનવાનો અને ભગવાન સોમનાથના આશીર્વાદ મેળવવાનો અવસર મળશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement