For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગ્રેટર નોઈડામાં પંચાયત દરમિયાન ગોળીબાર, બેના મોત

03:23 PM Oct 20, 2025 IST | revoi editor
ગ્રેટર નોઈડામાં પંચાયત દરમિયાન ગોળીબાર  બેના મોત
Advertisement

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ગામની પંચાયત દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા અને ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ઘટના જારચા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા સાથલી ગામમાં બની હતી. ગામમાં ચાલી રહેલી પંચાયત દરમિયાન અચાનક વિવાદ ઉગ્ર બનતાં ગોળીબારની ઘટના સર્જાઈ હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, સાથલી ગામના રહેવાસી બલવીરના પુત્ર અનુપ ભાટીએ પોલીસને જાણ કરી કે તેનો અને બ્રિજપાલના પુત્ર પ્રિન્સ ભાટીનો આનંદપુરના બોબી ટોંગડ તથા મનોજ નગર વચ્ચે ગટરમાંથી પાણી કાઢવાના મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધ્યો કે પ્રિન્સ ભાટી અને તેના સાથીઓએ અનુપના ભત્રીજા દિપાંશુ ભાટી અને અજયપાલ ભાટી પર ગોળીબાર કર્યો, જેમાં બંનેનું સ્થળ પર જ મોત થયું હતું.

પોલીસે ઘટનાની જાણ મળતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને આરોપીઓને જલદી પકડી લેવામાં આવશે. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ છે. ઘટના બાદ મૃતકોના પરિવારજનો અને ગામલોકોએ રસ્તા અવરોધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement