For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર NOC રિન્યુ કરવામાં નથી આવી

05:26 PM Sep 03, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર noc રિન્યુ કરવામાં નથી આવી
Advertisement
  • 200થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા ફાયર NOC રીન્યુ કરાવી ન હોવા અંગે ચર્ચા,
  • હાઉસિંગ સોસાયટીઓને ફાયરના સાધનો ખરીદવા 18થી 22 ટકા GST પરવડતો નથી,
  • કેટલીક સોસાયટીઓમાં હોદેદારો-સભ્યો વચ્ચે આંતરિક ઝઘડાને લીધે ફાયર NOC રીન્યુ કરાતી નથી

અમદાવાદ શહેરમાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો એવી છે કે, જેની ફાયરની એનઓસી રિન્યુ કરવામાં આવી નથી. ફાયર એનઓસી રિન્યુ ન કરાવવામાં હાઈરાઈઝ હાઉસિંગ સોસાયટીઓને અનેક પ્રશ્નો નડી રહ્યા છે. ઘણી સોસાયટીઓમાં વર્ષો પહેલાના ફાયરના સાધનો કાટ ખાઈને બંધ પડેલા છે, ફાયરના નવા સાધનો લગાવવામાં જીએસટી 18થી 22 ટકા જેટલો ભરવો પડે તેમ છે. અને સોસાયટીઓ પાસે પુરતુ ભંડોળ ન હોવાથી ફાયરના નવા સાધનો વસાવી શકાતા નથી તેના લીધે ફાયર એનઓસી રિન્યુ કરાતી નથી. આ ઉપરાંત કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં ચેરમેન-સેક્રેટરી અને સભ્યો વચ્ચે મતભેદ હોવાને લીધે ફાયર એનઓસી માટે ખર્ચને નિર્ણય લઈ શકાતો નથી. તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી એક બેઠકમાં શહેરમાં 200થી વધારે હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા તેમની ફાયર એનઓસી રીન્યુ કરાવી ન હોવા અંગે ચર્ચા થઈ હતી. જોકે આ સમગ્ર રિન્યુઅલ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જણાતું નથી.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ ફાયર એનઓસી મામલે રાજ્ય સરકાર, ખાનગી એફએસઓ અને મ્યુનિ. વચ્ચે સંકલનનો અભાવ છે. અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી રિન્યુઅલ બાબતે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી. શહેરમાં 200 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા ફાયર NOC રીન્યુ કરાવવામાં આવી નથી. ઈમરજન્સીની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે વસાવવામાં આવેલા અને ફીટ કરવામાં આવેલા ફાયર સેફટીના સાધનો જૂના અને જર્જરિત થઈ ગયા હોય, ખવાઈ ગયા હોય કે કટાઈ ગયા હોય તે તમામ સાધનો નવા ખરીદવા અને ફીટ કરાવવામાં આવે તો ફાયર NOC રીન્યુ થઈ શકે છે. જોકે ફાયર સેફ્ટીના નવા સાધનો ખરીદવા માટે આવે તો સોસાયટીઓ પર 18થી 22 ટકા જેટલો જીએસટી  લાગુ પડતો હોવાથી સોસાયટીઓ પર જીએસટીનું ભારણ ટાળવા માટે કેટલીક સોસાયટીઓ ફાયર એનઓસી  રીન્યુ કરાવતી ન હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત કેટલીક સોસાયટીઓમાં હોદેદારો અને મેમ્બર્સ વચ્ચે આંતરિક ઝઘડા હોવાથી ફાયર એમઓસી રીન્યુ કરાવાતી નથી. AMC અને રાજ્ય સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા નાગરિકો માટે બનાવવામાં આવતા LIG અને MIG મકાનોના કિસ્સામાં આવી સોસાયટીઓને ફાયર સેફ્ટીના સાધનો ખરીદવાનું અને ફિટ કરાવવાનું પરવડી શકતું ન હોવાથી તેઓ ફાયર એમઓસી રીન્યુ કરાવતા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement