હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદના ગુરૂકૂળ વિસ્તારમાં પૂર્વી ટાવરના 8માં માળે લાગી આગ

04:39 PM May 22, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 8મા માળે આજે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પૂર્વી ટાવરના 8માં માળે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે, જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા ગેસના બે બાટલા પણ ધડાકા સાથે ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ ફેલાઈ હતી. ઘરમાં રહેલા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. નવમા અને દસમા માળ ઉપર જેટલા લોકો છે તે તમામ લોકોને હાલમાં રેસ્ક્યુ કરી ધાબા ઉપર લઈ જવામાં આવ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમતથી આગને કાબુમાં લીધી છે. આ આગના બનાવથી કોઈ જાનહાની થયાનું જાણવા મળ્યું નથી

Advertisement

અમદાવાદના  ગુરૂકુળ વિસ્તારમા આવેલા પુર્વી ટાવરના 8માં માળના એક ફ્લેટમાં એસી બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું હતું. આગના બનાવના પગલે કાળા ડિંબાગ ધુમાડો આકાશમાં દેખાયો હતો અને આખા બિલ્ડિંગને આગની ઝપેટમાં લીધી હતી.  આ ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડને થતાં 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. 10 જેટલા લોકો ધાબા ઉપર ફસાયા હતા, તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક તરફ ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ રહી હતી તો બીજી તરફ તાત્કાલિક ધોરણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું. તેની મદદથી ધાબા ઉપર રહેલા 8 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આઠમાં અને નવમાં માળ ઉપર રહેલા તમામ લોકોને પણ ફાયરની ટીમે નીચે ઉતારી લીધા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News Gujaratifire on 8th floorGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharGurukul areaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPurvi TowerSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article