અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં લાગી આગ
- આગમાં લેબર કોલોનીની 6 ઓરડીઓ બળીને ખાક
- તમામ લોકો બહાર નીકળી જતાં જાનહાની ટળી
- વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરેલા વેચાણ સ્ટોલમાં લાગી આગ,
અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે આદ લાગવાના વધુ બે બનાવો ન્યા હતા. જેમાં શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી હતી. જેમાં આગ પર કાબુ મેળવતા સમયે ફાયરના બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ તનમન ભાજીપાવની સામે આવેલા પ્લોટમાં ખાણી-પીણીથી લઇ સીઝનલ ચીજ વસ્તુઓના વેચાણના ઉભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં આગ લાગી હતી.
આગના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી હતી. જેમાં આગ પર કાબુ મેળવતા સમયે ફાયરના બે જવાનોને ઈજા પહોંચી હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ તનમન ભાજીપાવની સામે આવેલા પ્લોટમાં ખાણી-પીણીથી લઇ સીઝનલ ચીજ વસ્તુઓના વેચાણના ઉભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં આગ લાગી હતી. બંને જગ્યાએ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ લીધી હતી. આ બંન્ને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી કરતા મજૂરો માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લેબર કોલોનીમાં 6-7 નાની ઓરડીમાં આગ લાગી હતી. હતી આગ લાગતાની સાથે જ કોલોનીમાં રહેલા શ્રમિકો દોડીને તરત બહાર નીકળી ગયા હતા. ઓરડીમાં રાખવામાં આવેલા પલંગ ગાદલા સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગવા અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગને કાબુમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર કર્મચારીને ઈજા થઈ હતી. એક કર્મચારીને પગના ભાગે, જ્યારે બીજા કર્મચારીને હાથે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતાં. બુલેટ ટ્રેનની કામગીરી કરવા માટે આવેલા મજૂરો માટે આ લેબર કોલોની બનાવેલી હતી. 600 જેટલા મજૂરોને રહેવા માટે નાના-નાના અલગ અલગ રૂમ ઊભા કરવામાં આવેલા હતા. રાત્રે અચાનક જ કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગ છ જેટલી ઓરડીઓ સુધી ફેલાઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતા શ્રમિકો બહાર દોડી ગયા હતા, જેના કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી. ં
આગના બીજા બનાવની વિગતો એવી છે કે, મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાલ વિસ્તારમાં તન-મન ભાજીપાવની સામે પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલમાં આગ લાગી છે. જેથી ઓઢવ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કુલ પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલોમાં લાગેલી આગ બુજાવી હતી. હંગામી ધોરણે ઉભા કરવામાં આવેલા ચીજ વસ્તુઓના વેચાણ બજારમાં આગ લાગી હતી.