For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં બહુમાળી ઈમારતમાં લાગી આગ, એક વ્યક્તિનું મોત

05:04 PM Mar 22, 2025 IST | revoi editor
વડોદરામાં બહુમાળી ઈમારતમાં લાગી આગ  એક વ્યક્તિનું મોત
Advertisement

અમદાવાદઃ વડોદરા શહેરમાં શનિવારે સાત માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સંગાડાએ જણાવ્યું હતું કે સયાજીપુરા વિસ્તારમાં વિનાયક સોસાયટી બિલ્ડિંગના પાંચમા માળે આવેલા એક ફ્લેટમાં સવારે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, તપાસ હજુ ચાલુ છે. આ પછી જ ચોક્કસ કારણો જાણી શકાશે.

Advertisement

તેમણે કહ્યું કે પીડિત કિરણ રાણાનો બળી ગયેલો મૃતદેહ તે રૂમમાંથી મળી આવ્યો હતો. આ રૂમમાં સૌથી પહેલા આગ લાગી હતી. સાંગડાએ જણાવ્યું હતું કે મૃતદેહ પલંગ પર મળી આવ્યો હતો, જે સૂચવે છે કે પીડિતનું ઊંઘમાં મૃત્યુ થયું હશે. મૃતક એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને આગ લાગી ત્યારે તે ફ્લેટમાં એકલા હતા કારણ કે તેની પત્ની કામ પર ગઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી શકે છે. ફોરેન્સિક ટીમ આગનું ચોક્કસ કારણ શોધવા માટે કામ કરી રહી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

એક અધિકારીએ જણાવ્યું કે નજીકના લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી. આ પછી, ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ અને ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લીધી, જેના કારણે આગ વધુ ફેલાઈ શકી નહીં.

Advertisement
Tags :
Advertisement