ખેડાની રાઈસ મિલમાં આગ લાગી, ફાયરબ્રિગેડ તંત્ર દોડતું થયું
નડિયાદઃ ખેડામાં રાઈસમીલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા અંબિકા કોમ્પલેક્ષની સામે રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. ભીંસણ આગ લાગતા બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટાળા દેખાતા હતા. આ તરફ ઘટનાની જાણકારી મળતાં જ ખેડા ફાયર સહીત નડિયાદથી ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે આગ કાબુમાં લેવા માટે ખેડા નગરપાલિકા ટીમ સાથે નડિયાદની ટીમ પણ જોડાઈ છે.ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા છે. આ સાથે પ્રાંત અધિકારી મામલતદાર, ખેડા ટાઉન PI અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.