હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદના ખાખરામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગી આગ, 18 લોકોને રેસ્ક્યુ કરાયા

06:16 PM Apr 11, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ઉનાળામાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. આજે સુરતમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દરમિયાન આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા આગ જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. ફાયરના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરીને આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા જહેમત ઊઠાવી હતી,

Advertisement

આ આગના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કા ફ્લેટના ચોથા માળે આગ ફાટી નીકળતા સોસાયટીમાં અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. C બ્લોકના ચોથા માળે લાગી હતી ભીષણ આગથી બચવા માટે રહિશોએ બાલ્કનીમાંથી નીચે રીતસરના કૂદ્યા હતા. આ ઘટનાના સોશિયલ મિડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો.. જેમાં આગ લાગતા એક મહિલાએ મોત ભાળી જતા જીવ બચાવવા માટે નીચેના માળે છલાંગ લગાવી હતી. જોકે મહિલાનો માંડ-માંડ જીવ બચ્યો હતો.

શહેરના અસારવાના ખોખરા વિસ્તારમાં આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રહેણાક ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાથી અમદાવાદ ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે 18 લોકોનું રેસ્ક્યૂ કર્યુ હતુ. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement

ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ફોયરના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવામાં આવ્યો છે. લોકો ડરના માર્યા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. આગ વધારે ફેલાય નહી તે માટે ટોરેન્ટને તત્કાલ સોસાયટીનો પાવર કટ કરવા માટે જણાવાયું હતું.

 

Advertisement
Tags :
Aajna SamacharAhmedabad KhokharaBreaking News GujaratiFIREGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHighrise BuildingLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article