કલોલમાં બે સ્થળોએ આગના બનાવ, ટ્યુશન ક્લાસીસ અને માસાલાના ગોદામમાં લાગી આગ
- મસાલાના ગોદામમાં ઘી-તેલના ડબ્બાને લીધે આગ વિકરાળ બની
- સદભાગ્યે આગમાં કોઈ જાનહાની નહીં
- આગમાં તેલ-અનાજ કરિયાણાનો સામાન બળીને ખાક
ગાંધીનગરઃ કલોકમાં આકસ્મિક આગ લાગવાના બે બનાવો બન્યા હતા. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી તેમજ શહેરના હાઇવે પાસે આવેલા MD મસાલાના ગોડાઉનમાં આગ લાગતાં માલ સામાન બળીને ખાક થઇ ગયો હતો. આગના બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.
કલોલ આજે સવારે બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસમાં આગની ઘટના સામે આવી છે. તો બીજી તરફ કલોલ હાઇવે પાસે આવેલા MD મસાલાના ગોડાઉનમાં આગ લાગતાં માલ સામાન બળીને ખાક થઇ ગયો હતો.
કલોલ હાઈવે પર MD મસાલાના ગોડાઉનમાં આજે સવારે અનાજ કરિયાણાના જથ્થામાં આગ લાગી હતી, આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેમાં તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ કલોલ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પણ ગોદામમાં રખાયેલો સામાન બળીને ખાક ગયો હતો. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં આજે સવારે કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસીસમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગને નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી.
કલોલ હાઈવે પર આવેલા મસાલાના ગોદામમાં ઘી અને તેલના ડબ્બા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. (file photo)