For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં મોબાઈલની દૂકાનમાં આગ લાગી, બાજુમાં આવેલું ATM પણ ભડકે બળ્યુ

05:23 PM Jun 17, 2025 IST | revoi editor
સુરતમાં મોબાઈલની દૂકાનમાં આગ લાગી  બાજુમાં આવેલું atm પણ ભડકે બળ્યુ
Advertisement
  • દુકાનમાં મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થઈ,
  • ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી,
  • શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું અનુમાન

સુરતઃ શહેર નજીક વડોદ ગામમાં આવેલા મહાવીરનગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અંદાજે બે કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગને લીધે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી. અને દૂકાન બાજુમાં આવલા એટીએમમાં પણ આગ લાગી હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, સુરતની વડોદ ગામમાં આવેલા મહાવીરનગરમાં શિવશક્તિ મોબાઇલ માર્કેટમાં એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. મોબાઇલની દુકાનમાં લાગેલી આગ ધડાકા સાથે આખા મોબાઈલની દુકાનમાં ગણતરીની મિનિટોમાં જ પ્રસરી ગઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલી મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થતા ધડાકાના અવાજ સાંભળીને આજુબાજુના લોકો પણ દાડી આવ્યા હતા, અને ધડાકાને લીધે દુકાનની આસપાસ ઊભેલા લોકો ડરીને દુકાનથી દૂર નાસી ગયા હતા.

ભેસ્તાન ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મળસ્કે શિવશક્તિ મોબાઇલની દુકાનમાં આગ લાગવાનો કોલ મળતાં અમે ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા. શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઇલની દુકાન હોવાને કારણે ઘણા બધા મોબાઇલ અંદર હતા. અંદર ATM પણ હતું, જે પણ સળગી ગયું હતું. માત્ર બે ફાયરની ગાડીઓ દ્વારા જ આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement