મહાકુંભ મેળા દરમિયાન ઇસ્કોન કેમ્પમાં આગ લાગી, 22 તંબુ બળીને રાખ થયા
મહાકુંભ નગર: શુક્રવારે મહાકુંભ નગરના સેક્ટર ૧૮માં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) કેમ્પમાં આગ લાગી હતી જેમાં લગભગ 20 થી 22 તંબુ બળીને રાખ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સેક્ટર-18 સ્થિત ઇસ્કોન કેમ્પમાં આગ લાગવાની માહિતી મળતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ફાયર સ્ટેશનથી વાહનો રવાના કરવામાં આવ્યા હતા અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગને કારણે 20 થી 22 તંબુ બળીને રાખ થઈ ગયા હતા અને કોઈ જાનહાનિના અહેવાલ નથી.
મહા કુંભ મેળા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "મેળા વિસ્તારના સેક્ટર-18માં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને કાબુમાં લીધી હતી. ઉપરોક્ત ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયું નથી.