For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાઝિયાબાદમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, એક વ્યક્તિ ભડથું

04:53 PM Apr 22, 2025 IST | revoi editor
ગાઝિયાબાદમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી  એક વ્યક્તિ ભડથું
Advertisement

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર બાદે કારમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના એબીએસ કોલેજ નજીક બની હતી, જ્યાં પાર્ક કરેલી કાર પાછળથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે, પાર્ક કરેલી કારનો ડ્રાઈવર સ્પેર ટાયર બદલી રહ્યો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં આગ લાગી ગઈ અને સ્પેર ટાયર બદલનાર વ્યક્તિ કાર નીચે ફસાઈ ગયો હતો.

Advertisement

ગાઝિયાબાદનમાં અકસ્માતની ઘટનાની જાણ થતાની સાથે જ વૈશાલી ફાયર સ્ટેશનથી બે ફાયર ગાડી ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટના મામલે ગાઝિયાબાદના ચીફ ફાયર ઓફિસર રાહુલ પોલે જણાવ્યું હતું કે, 'ટ્રાફિક પોલીસે બપોરે 2:26 વાગ્યે ફાયર વિભાગને અકસ્માતની જાણ કરી હતી. ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં એક વ્યક્તિનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું.'

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે, કારનું ટાયર પંચર થઈ ગયું હતું અને ડ્રાઈવર રસ્તાની બાજુમાં સ્પેર ટાયર બદલી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ઝડપથી આવતી બીજી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કરને કારણે પાર્ક કરેલી કારમાં આગ લાગી ગઈ અને નીચે કામ કરતો વ્યક્તિ બહાર નીકળી શક્યો ન હતો.

Advertisement

સળગતી કાર નીચે ફસાયેલા વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયસર બહાર આવી શક્યો નહીં અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં નજીકમાં ઉભેલા અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હતી. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે. આ કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે, દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement