For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી

06:28 PM Jun 05, 2025 IST | revoi editor
અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી
Advertisement
  • અકસ્માત બાદ બન્ને ટ્રક બળીના ખાક,
  • એક ટ્રકના ડ્રાઈવરને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો,
  • અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદઃ વડોદરા એક્સપ્રસે હાઈવે પર આજે પરોઢના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને ટ્રકોમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.  આ બનાવમાં એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Advertisement

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી આશરે 10 કિમી દૂર નેશનલ એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવ બાદ બંને ટ્રકમાં આગ લાગી હતી. આગના બનાવમાં બંને ટ્રક બળીને ખાક થયા હતા. આ બનાવને લીધે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ફાયરબ્રિગેડના સૂત્રોના જમાવ્યા મુજબ આજે સવારે લગભગ 4:15 વાગ્યે અમદાવાદથી લગભગ 10 કિમી દૂર આ ઘટના બની હતી. જ્યારે નેશનલ એક્સપ્રેસ વે 1 પર એક ટ્રક રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. બે ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ આગ લાગી હતી. જેમાં બંને ટ્રક બળીને ખાક થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાની કામગીરી કરી હતી. બનાવમાં એક ટ્રક ડ્રાઈવરને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે નેશનલ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનચાલકો કેટલાક કલાક સુધી આ ટ્રાફિકમાં અટવાયા હતા. જોકે, બાદમાં ધીરે ધીરે ટ્રાફિક ક્લિયર થયા વાહનોની અવરજવર રાબેતા મુજબ શરુ થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement