હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વિરમગામ-લખતર હાઈવે પર બે ડમ્પર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી

01:27 PM Jun 15, 2025 IST | revoi editor
Advertisement

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અ અકસ્માત બાદ ડમ્પરમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ક્લીનરને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લખતર પોલીસને અકસ્માતના બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને પોલીસે ટ્રાફિક નિયમન કરી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લખતર-વિરમગામ હાઇવે પર ઓળક ગામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર પથ્થર ભરીને વિરમગામ તરફ જઈ રહ્યું હતું. ત્યારે ઓળક ગામ નજીક ડમ્પરને પંચર પડતાં રોડની સાઈડમાં ઊભું રાખીને વ્હીલ બદલવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા બીજા ડમ્પરે ઊભેલા ડમ્પરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે પથ્થર ભરેલું ડમ્પર રોડ સાઈડની ગટરમાં ખાબક્યું. અકસ્માત બાદ બંને ડમ્પરમાં આગ લાગી ગઈ હતી.

આ અકસ્માતમાં ડમ્પરના ક્લીનરને ઈજાઓ થઈ છે. રાહદારીઓએ 108ને જાણ કરતાં ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લખતર પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે ટ્રાફિક નિયમન કરી હાઇવે ખુલ્લો કરાવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ હાઇવે પર નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharaccident between two dumpersBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsViramgam-Lakhtar Highway
Advertisement
Next Article