For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતાં 162 દુકાનો-ઓફિસ પાસેથી દંડ વસુલાયો

02:56 PM Nov 22, 2024 IST | revoi editor
અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતાં 162 દુકાનો ઓફિસ પાસેથી દંડ વસુલાયો
Advertisement
  • એએમસીએ 5 દુકાનોને સીલ માર્યા,
  • 162 દુકાનદારો પાસેથી 91400નો દંડ વસુલાયો,
  • મહાનુભાવોની પ્રતિમાની સાફ-સફાઈ થતી ન હોવાની ફરિયાદ

અમદાવાદઃ શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, છતાંયે કેટલાક લોકો જાહેરમાં ગંદકી કરતા હોય છે. રોડ પર પાન-માવાની પીચકારી મારતા હોય છે. ત્યારે જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારા સામે મ્યુનિના સોલિડ વેસ્ટ વિભાગે ઝૂંબેશ શરૂ કરી છે. ઝંબેશ દરમિયાન  162 દુકાનો અને ઓફિસ ધારકોને નોટિસ ફટકારીને રૂપિયા 91400નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Advertisement

અમદાવાગદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી/ ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા. જાહેરમાર્ગો પર ગંદકી /ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જાહેરમાં ગંદકી બદલ ચાંદખેડામાં ભાજીપાવ, સાબરમતીમાં ઢોસા હબ, નવરંગપુરા સીજી રોડ પર રજવાડી ચા અને રેડ રોઝ એમ કુલ 5 દુકાનોને સીલ કરવામાં આવી હતી.  છેલ્લાં બે દિવસમાં જેટલા દુકાનો-ઓફિસોને 162 નોટીસ આપી તેમજ કુલ રૂ. 91400નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે જ્યારે 5 દુકાનોને સીલ મારવામાં આવી છે.

દરમિયાન શહેરના કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા એએમસીને. અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરાયુ ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.  શહેરના વિવિધ વિસ્તારોમાં દેશના મહાન નેતાઓ મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભાઈ પટેલ, ડો.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓની યોગ્ય રીતે દેખરેખ કે સાફ સફાઈ થતી નથી. જેને લઈને કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમેર બોર્ડ બેઠકમાં શહેરમાં આવેલી તમામ પ્રતિમાઓની દરરોજ સાફસફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement