હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં વાહનચાલકો પાસેથી UPI દ્વારા ઓનલાઈન રૂપિયા 10.05 લાખનો દંડ વસુલાયો

06:33 PM Nov 26, 2025 IST | Vinayak Barot
Advertisement

ગાંધીનગરઃ   રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે દંડની ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ નવી સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 1લી ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2025 સુધીના સમયગાળામાં રૂ. 18.05  લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન આ સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો છે. BBPS મારફતે ચુકવણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

અગાઉ વર્ષ 2023થી "One Nation One Challan" એપ્લિકેશન દ્વારા નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS મારફત દંડ ભરવાની સુવિધા હતી. હવે તેમાં વધારો કરીને ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો (YONO) એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકે છે. ચુકવણી કરવા માટે, એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. આ પગલું "ડિજિટલ ગુજરાત"ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે.

Advertisement

ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ

ગુજરાત પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે કે, બાકી દંડની રકમ તાત્કાલિક ભરી દેવી, વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણનો બાકી દંડ ભરવા માટે ફોન-પે (PhonePe), ગુગલ-પે (Google Pay), અને યોનો (YONO) જેવી BBPS સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી છે. 90 દિવસની સમય મર્યાદાનું ધ્યાન રાખવી જોઈએ. આ સરળ પ્રક્રિયા દ્વારા માત્ર છેલ્લા 90 દિવસમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણનો દંડ ભરી શકાશે. 90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટ (Virtual Court) માં ટ્રાન્સફર થઈ જાય છે, જેના કારણે ચુકવણીની પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. તેથી, ચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા જણાવવામાં આવ્યુ છે.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratifine of Rs 10.05 lakh collected from motoristsgujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharupiviral news
Advertisement
Next Article