ઉનાળામાં લૂ કેમ લાગે છે અને લૂથી બચવા શું કરવું, જાણો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. મેદાની પ્રદેશમાં તાપમાન 40 ડીગ્રીથી વધારે થાય તો તે ગરમી શરુ થઇ ગઈ એમ કહેવાય. તો તાપમાન 41 થી 43 ડીગ્રી થાય તો તેને યલો એલર્ટ કહેવાય છે. જો તાપમાન 43 થી 45 ડીગ્રી થાય તો તેને ઓરેન્જ એલર્ટ કહેવાય અને જો તાપમાન 45 થી ઉપર જાય તો તેને રેડ એલર્ટ કહેવાય છે. ૪૩ ડીગ્રીથી વધુ તાપમાનને સિવિયર હીટ વેવ કહેવાય છે. તેવી જ રીતે જો પહાડી વિસ્તારમાં તાપમાન ૩૦ ડીગ્રીથી વધુ થાય ત્યારે ગરમી શરુ થઇ ગઈ કહેવાય.
• લુ લાગવી એટલે શું?
IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે.
ડોક્ટરોના મત અનુસાર ગરમીમાં સગર્ભા માતા, નાનાં બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમણે –પણ ઉનાળાની ગરમીમાં ખાસ ધ્યાન રાખવું.
ચામડીના રોગો પણ ઉનાળામાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ તેમાં પણ સતત વધારો થતો હોય છે. જેના કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે આવે છે. જેના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે. જેથી ફૂગજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. તેથી બે ટાઈમ અવશ્ય સ્નાન કરવું જોઈએ જેથી આવા ચામડીના રોગોથી બચી શકાય છે.
• લુ લાગવાના લક્ષણો:
ખુબ માથું દુઃખવું
ચામડી સુકાઈ જવી
ચક્કર આવવા
ઉલટી કે ઉબકા આવવા
• લુ લાગે તો શું કરવું?
સૌપ્રથમ તો તાત્કાલિક ઠંડકવાળી જગ્યાએ બેસવું. શરીર પર ભીના પોતા મુકવા. ખોરાકમાં ખોરાકમાં નરમ ભાત લેવો. મગ કે તુવેરની પાતળી દાળ લેવા. કેરી, લીંબુ, કોકમનું શરબત લઇ શકાય. ફળમાં દાડમ. ફાલસા, ટેટી, તડબુચ, દ્રાક્ષ, અનાનસ, શેરડીનો રસ લેવો. પ્રવાહી ખોરાક વધુ માત્રામાં લેવો અને છાસ પીવી.