ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચ કોણે જીતી છે, જાણો...
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેની યજમાની પાકિસ્તાન કરવા જઈ રહ્યું છે. પરંતુ ભારતની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં, એ જાણવું રસપ્રદ રહેશે કે અત્યાર સુધી યોજાયેલી તમામ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી સફળ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા છે. બંને ટીમોએ 2-2 વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. આ પછી આવે છે વેસ્ટ ઈન્ડિઝ, પછી ઈંગ્લેન્ડે સૌથી વધુ મેચ જીતી છે. ભારતે 21, વેસ્ટ ઈન્ડિઝએ 18, ઈંગ્લેન્ડએ 17, શ્રીલંકાએ 15, ઓસ્ટ્રેલિયાએ 15, પાકિસ્તાનએ 14, ન્યુઝીલેન્ડએ 13, દક્ષિણ આફ્રિકાએ 13 અને બાંગ્લાદેશએ 2 મેચ જીતી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 15 મેચ રમાઈ હતી. પરંતુ નોકઆઉટ સ્ટેજ પહેલા ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ખરાબ રીતે પરાજય થયો હતો અને તે બહાર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમી હતી જેમાંથી બે મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. એક મેચ ઇંગ્લેન્ડ સામે હતી અને ઓસ્ટ્રેલિયા આ મેચ હારી ગયું હતું. બાંગ્લાદેશની ટીમ પણ ઓસ્ટ્રેલિયાના ગ્રુપમાં હતી. બાંગ્લાદેશ ગ્રુપ સ્ટેજમાં રમાયેલી ત્રણ મેચોમાંથી એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, બાંગ્લાદેશને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને બાંગ્લાદેશ એક મેચ જીતવામાં સફળ રહ્યું હતું. જેના કારણે બાંગ્લાદેશની ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી.