For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લૉરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચેની જાણો સામાન્ય વાત

04:00 PM Nov 03, 2024 IST | revoi editor
લૉરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચેની જાણો સામાન્ય વાત
Advertisement

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ફરી ચર્ચામાં છે. દરમિયાન, લોરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા હોવાની પણ ચર્ચા વહેતી થઈ છે. લોરેન્સ બિશ્નોઈના પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ હોવાનું કહેવાય છે જ્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પિતા પણ પોલીસમાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, 31 વર્ષના લોરેન્સ બિશ્નોઈએ આ ગેંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. આ જ કારણ છે કે NIAએ ચાર્જશીટમાં કહ્યું હતું કે બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમની જેમ સિન્ડિકેટ બનાવી રહ્યા છે. દાઉદ ઈબ્રાહિમે 90ના દાયકામાં એક સિન્ડિકેટની સ્થાપના કરી હતી. ખંડણી, ડ્રગ્સ નેટવર્ક અને ફાયરિંગ દ્વારા ડર ઉભો કર્યો અને પોતાની મોટી ગેંગ બનાવી હતી. દાઉદ ઈબ્રાહિમની જેમ લોરેન્સ બિશ્નોઈએ પણ ગેંગમાં 700 થી વધુ શૂટર્સની ભરતી કરી છે. બિશ્નોઈના આ શૂટર દેશના પાંચ રાજ્યોમાં સક્રિય છે. માત્ર ભારત જ નહીં પરંતુ બિશ્નોઈનું નેટવર્ક પાંચ દેશોમાં ફેલાયેલું છે.

Advertisement

બિશ્નોઈની ગેંગમાં વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના સોશિયલ મીડિયા પર સેંકડો પેજ છે. આ ગેંગમાં જોડાવા માટે મોટી સંખ્યામાં યુવાનો તેનો સંપર્ક કરે છે અને તેમને ટોળકીમાં જોડાવા માટે ટાસ્ક પણ આપવામાં આવે છે. બાબા સિદ્દીકીના કિસ્સામાં પણ આવું જ જોવા મળ્યું હતું. સિદ્દીકીની હત્યા કરનારા શૂટર્સનો અગાઉનો કોઈ રેકોર્ડ નહોતો. 90ના દાયકામાં જ્યારે દાઉદ ઈબ્રાહિમે સંપૂર્ણ રીતે ગેંગની સ્થાપના કરી, ત્યારે નાના છોકરાઓ દાઉદની ગેંગ “ડી કંપની”માં જોડાવા લાગ્યા હતા. એ જ રીતે, આજે યુવાનો લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં જોડાઈ રહ્યાંનું મનાઈ રહ્યું છે.

મુંબઈ હુમલા પછી દાઉદ ઈબ્રાહિમ પર દેશદ્રોહનો આરોપ લાગ્યો હતો, પરંતુ લોરેન્સ બિશ્નોઈ પોતાને દેશભક્ત ગણાવે છે. ગોલ્ડી બ્રારે પોતે કહ્યું હતું કે, તે ખાલિસ્તાની આતંકવાદીઓ, દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની વિરુદ્ધ છે અને તેમને મારનારાઓમાં હશે. તેણે કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીના લોકોએ જ આપણા દેશમાં આતંકવાદી હુમલા કર્યા છે અને અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement