ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો
ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ સમારંભમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું.
70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025 અમદાવાદના EKA એરેનામાં યોજાઈ રહ્યો છે, જ્યાં બોલીવુડ સ્ટાર્સ પોતાનો ગ્લેમર અને ટેલેન્ટથી આ એવોર્ડ સેરેમનીમાં ચાર ચાંદ લગાવશે.
ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં રેડ કાર્પેટ પર એક્ટર જેકી શ્રોફે હાજરી આપી. જેકી શ્રોફે એક સવાલ કર્યો કે અહીં બેસ્ટ ઢોકળા ક્યાં મળે છે?
ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં રેડ કાર્પેટ પર હર્ષવર્ધન રાણે જોવા મળ્યો. રેડ કાર્પેટ પર એક્ટર હર્ષવર્ધન રાણેએ કહ્યું કે 'શાહરૂખ ખાન વિના ફિલ્મફેર અધૂરું લાગે છે.
"તન્વી ધ ગ્રેટ" થી ડેબ્યૂ કરનાર શુભાંગી દત્તે ફિલ્મફેર એવોર્ડ્સમાં રેડ આઉટફિટમાં જોવા મળી. તેણે આ ફંક્શનમાં પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે તે પહેલી વાર તેમાં હાજરી આપી રહી છે અને ખૂબ જ ઉત્સાહિત છે.
કરણ જોહર 70મા ફિલ્મફેર એવોર્ડ સેરેમનીમાં પહોંચ્યો છે. તે શાઈનિંગ વ્હાઈટ બ્લેઝરમાં જોવા મળ્યો. એક્ટર રવિ કિશન પણ તેની પત્ની સાથે એવોર્ડ સેરેમનીમાં પહોંચ્યો.
એવોર્ડ સેરેમનીમાં હાજરી આપવા માટે આવેલા બોલીવુડના કલાકારોમાં દિગ્ગજ એક્ટર અનુપમ ખેર અને સંગીતકાર અનુ મલિક અમદાવાદમાં આવી ગયા છે. આ સિવાય જાણીતી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તા અને એક્ટર અભિષેક બચ્ચન પણ અમદાવાદ પહોંચી ગયા છે.