હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરતી ફિલ્મ કારખાનું

11:31 AM Aug 03, 2024 IST | revoi editor
Advertisement

કેમ છો? કુશળ હશો ! 'હું એવો ગુજરાતી, જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.'

Advertisement

કવિ શ્રી વિનોદ જોશીની પંક્તિ આ ટાણે યાદ આવે છે. ગુજરાતી હોવાનો ગર્વ આપણને બધાને હૈયે વસેલો છે. એવામાં આપણી ભાષામાં તદ્દન નવીન અને રસપ્રદ વિષય સાથે છેલ્લા 2 વર્ષની અથાક મહેનત પછી મર્કટ બ્રોસ દ્વારા "કારખાનું" નામની સ્માર્ટ ફિલ્મ તારીખ 2 ઓગસ્ટ, 2024 શુક્રવારના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં પ્રસ્તુત થઈ છે.

Advertisement

કારખાનુંએ ખૂબ જ રોચક, પારિવારિક તથા કળાનો ઉત્તમ નમૂનો દર્શાવતી ફિલ્મ છે, જે ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને ખૂબ જ નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરે છે. આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા કલાકારોએ અભિનય કર્યો છે.

આવી સ્માર્ટ ગુજરાતી ફિલ્મો વધુમાં વધુ ગુજરાતીઓ સુધી પહોંચે એ માટે આપના સહકારની આવશ્યકતા છે. આપ આપના પરિવારજનો, સહ - કર્મચારીઓ, મિત્ર વર્તુળ સાથે “કારખાનું” ફિલ્મ જોવા જશો તથા વધુ લોકો આ ફિલ્મ જોવા જાય એ બાબતે પ્રયન્તશીલ રહેશો.

(દધીચિ ઠાકર)

 

 

Advertisement
Tags :
a well-known ghost storyfilm factorygujarat
Advertisement
Next Article