ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, હોસ્પિટલમાં દાખલ કરાયાં
મુંબઈઃ બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન વિશે એક મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે એક અજાણ્યો વ્યક્તિ રાત્રે સૈફ-કરીનાના ઘરમાં ઘૂસી ગયો અને અભિનેતા પર છરીથી હુમલો કર્યો.
પોલીસે જણાવ્યું કે, “ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી સાથે ઝઘડો કરવા લાગ્યો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે."