For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વલસાડના ઉંમરગામ GIDCમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ,

05:54 PM Nov 10, 2024 IST | revoi editor
વલસાડના ઉંમરગામ gidcમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ
Advertisement
  • સિક્યુરિટીએ કામદારોને બહાર કાઢી ફાયરબ્રિગેડને જાણ કરી,
  • ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો,
  • 80 ટન પ્લાસ્ટિકનો જથ્થો સળગતા દુર દુર સુધી ધૂમાડા દેખાયા

 વલસાડઃ જિલ્લાના ઉંમરગામ જીઆઈડીસીના થર્ડ ફેઈઝમાં આવેલી એક પ્લાસ્ટીકની ફેકટરીમાં ગત મધરાતે એકાએક આગ ફાટી નીકળી હતી, જે કે કંપનીના સિક્યુરિટીએ અગમચેતિ દાખવીને ફેટકરીમાં રહેલા બે કામદારાને બહાર કાઢી લીધા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમને જાણ કરાઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઉમરગામ ફાયર ફાઈટરની ટીમે મેજર કોલ જાહેર કરી 8 ફાયરની ટીમની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કામદારોનો બચાવ થયો હતો. જોકે, કંપનીમાં 80 ટનથી વધુ પ્લાસ્ટિક અને મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે,  વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલી એક પ્લાસ્ટિકની કંપનીમાં ગત મોડી રાત્રે અચાનક ધુમાળો નીકળવા લાગ્યો હતો. કંપનીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડે અન્ય 2 કામદારોને ઘટના અંગે એલર્ટ કરી ફાયર એક્સિઝ સિલિન્ડર વડે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની સંચાલક અને ઉમરગામ ફાયરની ટીમને બનાવની જાણ કરાતા ફાયર ફાયરો દોડી આવ્યા હતા. કંપનીમાં પ્લાસ્ટિકની બેગ બનતી હતી. જેથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે જોતજોતમાં વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ.  કંપનીના સંચાલકના માર્ગદર્શન હેઠળ કંપનીના વોચમેને કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉંમરગામ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુમાં આવેલી કંપનીના કામદારો મદદે દોડી આવ્યા હતા. ઉમરગામ GIDC ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગની ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમરગામ GIDC, નગર પાલિકા સહિત કુલ 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કંપનીની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્લાસ્ટિકની થેલી બનાવતી કંપની હોવાથી આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી. જેને લઈને ફાયરની ટીમને આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગની ઘટનામાં પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાક થઈ ગયાં હતો. કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ FSLની ટીમની મદદ લઈને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement