For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં મહિલા પીએસઆઈ અને રાઈટર રૂપિયા 63000ની લાંચ લેતા પકડાયા

05:58 PM May 02, 2025 IST | revoi editor
સુરતમાં મહિલા પીએસઆઈ અને રાઈટર રૂપિયા 63000ની લાંચ લેતા પકડાયા
Advertisement
  • શહેરના કાપોદ્રામાં હીરાની લેતી-દેતીમાં અરજી થતાં લાંચ માગી હતી
  • હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવી ASI જેઠવા અને તેના સાળાને પણ પકડ્યો
  • 63 લાખની રકમની મહિલા PSI દમ મારી ઉઘરાણી કરતા હતા

સુરતઃ રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63 હજારની લાંચમાં એસીબીના છટકામાં પકડાયા છે. એસીબીએ કાપોદ્રાની હીરાબાગ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. મહિલા PSI મધુ રબારી વતી લાંચની રકમ ASI નવનીત જેઠવાએ માંગી હતી. લાંચની રકમ ASIના સાળા માનસિંહ સિસોદીયાને હીરાના વેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્ષમાં એક ટોયલેટ પાસે આપી હતી. આ રકમ માનસિંહ સિસોદીયાએ તેના ખિસ્સામાં મુકી પોલીસ ચોકીમાં આવ્યો હતો. દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે મહિલા PSI મધુ રબારી, તેનો રાઇટર નવનીત જેઠવા અને સાળા માનસિંહને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત શહેરના કાપોદ્રામાં 4.63 લાખની હીરાની લેતીદેતીમાં એક વેપારી વિરુધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. અરજીની તપાસ હીરાબાગ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈ મધુ રબારીને સોંપવામાં આવી હતી. મહિલા પીએસઆઈએ જાણે 4.63 લાખનો હવાલો લીધો હોય તે રીતે વેપારીને દમ મારી ઉઘરાણી કરતા હતા. હીરા વેપારીએ હીરાની લેતીદેતીની રકમ આપી તેમાંથી અમુક રકમ ઓછી કરી આપવા માટે મહિલા PSI મધુ રબારીએ 63 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આથી વેપારીએ આ લાંચ આપવા માંગતો ન હતો તેથી એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાનો સંપર્ક કર્યો હતો. મહિલા PSI મધુ રબારી વતી લાંચની રકમ ASI નવનીત જેઠવાએ માંગી હતી. લાંચની રકમ ASIના સાળા માનસિંહ સિસોદીયાને હીરાના વેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્ષમાં એક ટોયલેટ પાસે આપી હતી. આ રકમ માનસિંહ સિસોદીયાએ તેના ખિસ્સામાં મુકી પોલીસ ચોકીમાં આવ્યો હતો. દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે મહિલા PSI મધુ રબારી, તેનો રાઇટર નવનીત જેઠવા અને સાળા માનસિંહને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારીએ હીરાના 10.13 લાખ આપવાના હતા. જેમાં વેપારીએ પહેલા 5.50 લાખ ચુકવી દીધા હતા. બાકીના 4.63 લાખ બાકી હતા. આથી વેપારીની વિરૂધ્ધમાં કાપોદ્રા પોલીસમાં અરજી થઈ હતી. અરજી બાદ તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી. મહિલા PSIએ વેપારીને દમ મારતા તેઓ માંડ માંડ 1 લાખની રકમ સામેવાળાને આપી હતી. હવે બાકી હતી 3.63 લાખની રકમ આ રકમમાંથી PSIએ 1 લાખની રકમ ઓછી કરી આપવાની વાત કરી હતી. આથી વેપારીએ 2.63 લાખની રકમ આપવાની બાકી હતી. આ પહેલા PSIએ એક લાખની રકમ ઓછી કરી આપવાની બાબતે 63 હજારની લાંચ માંગી હતી.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવી મુજબ મહિલા PSI મધુ રબારીનો પતિ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતો. પરંતુ તેમણે નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી. મહિલા PSI પહેલા મહેસાણામાં જમાદાર હતી. જમાદારમાંથી તેને PSIનું પ્રમોશન મળ્યું અને એક વર્ષ પહેલા પોસ્ટિંગ સુરતમાં થયુ હતુ. જ્યારે ASI નવનીત જેઠવા બે વર્ષ પહેલા પોલીસમાં ભરતી થયો હતો.

Advertisement
Tags :
Advertisement