For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સિન્ધુભવન રોડથી ફીડર બસ સેવાનો કરાયો પ્રારંભ

04:10 PM Oct 22, 2024 IST | revoi editor
અમદાવાદમાં સિન્ધુભવન રોડથી ફીડર બસ સેવાનો કરાયો પ્રારંભ
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી બસસેવાનો પ્રારંભ કરાવ્યો,
  • ફીડર બસ સિંધુભવન રોડથી થલતેજ મેટ્રો સ્ટેશનમાનસી સર્કલ અને ટાઈમ્સ સ્ક્વેર સુધી દોડશે,
  • મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરનારાને ફીડર બસ સેવાનો નિઃશુલ્ક લાભ મળશે

અમદાવાદઃ  મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTSની બે બસને ફ્લેગ ઓફ કરાવી ફીડર બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સિંધુભવન રોડ મલ્ટીલેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ અને ટાઈમ્સ સ્ક્વેર સિંધુભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ પર બસ સેવાનો પ્રારંભ થયો છે.

Advertisement

શહેરના  સિંધુભવન રોડ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા રાહદારીઓને ફીડર બસ સેવાનો નિઃશુલ્ક લાભ મળશે. આ સિવાયના લોકો વ્યક્તિદીઠ પાંચ રૂપિયા શુલ્ક આપીને આ ફીડર બસમાં પ્રવાસ કરી શકાશે. આ રૂટ પર દર 15 મિનિટના સમયાંતરે ફીડર બસ સેવાનો લાભ મળી રહેશે. મુખ્યમંત્રીએ આ રૂટ પરની જે બે નવી ફીડર બસ/મીની બસને ફ્લેગ ઓફ કરાવ્યું તે બસ સીસીટીવી કેમેરા, રિઅર વ્યુ કેમેરા જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. સિન્ધુભવન રોડ પરના મલ્ટીલેવલ પાર્કિંગમાં બસ પાર્ક કરીને આજુબાજુના વિસ્તારોમાં ફિડર બસ દ્વારા જઈ શકાશે.

ફીડર બસ સેવાના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, બાપુનગરના ધારાસભ્ય  દિનેશ સિંહ કુશવાહા, નારણપુરાના ધારાસભ્ય  જીતુભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement