મુસ્લિમોને નવા વર્ષથીની ઉજવણી દૂર રહેવા ફરમાન, ફતવો બહાર પડાયો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં નવા કેલેન્ડર વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1લી જાન્યુઆરીને આવકારવા માટે 31મી ડિસેમ્બરની રાતે કલબો અને પાર્ટી પ્લોટોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અ મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે. નવા વર્ષની ઉજવણી કરવી, એક બીજાને શુભેચ્છાઓ પાઠવવી ઈસ્લામ અનુસાર ગેરવ્યાજબી છે.
ફતવામાં જણાવ્યા અનુસાર, નવુ વર્ષ 1લી જાન્યુઆરીથી શરુ થાય છે જે ઈસાઈઓનું નવુ વર્ષ છે. જે ઈસાઈનો ધાર્મિક કાર્યક્રમ છે, જે દર વર્ષે પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઈસાઈઓનો ખાસ ધાર્મિક કાર્યક્રમ છે, એટલે મુસ્લિમોએ નવા વર્ષની ઉજવણી કરવી જોઈએ નહીં, ઈસ્લામ આવા કાર્યક્રમોને સખ્ત રીતે અટકાવે છે.
શાહાબુદ્દીન રઝવીએ ફતવામાં કહ્યું કે, નવા વર્ષની ઉજવણી કરવી, એક બીજાને શુભેચ્છાઓ પાઠવવી, ફટાકડા ફોડવા, તાલીઓ વગાડવી, લાઈટ બંધ કરીને હુડદંગ કરીને ફરીથી લાઈટ શરુ કરવી, ડાન્સ કરવો, દારૂ પીવો, જુગાર રમવો, મોબાઈલ ઉપર વોટ્સએપથી એક-બીજાને મેસેજ મારફતે શુભેચ્છાઓ પાઠવવી, તે તમામ રીતે ઈસ્લામી શરિયત હેઠળ ગેરકાયદે છે.
ફતવામાં મુસ્લિમોને કહેવામાં આવ્યું છે કે, બીજાના ધાર્મિક તહેવારોમાં સામેલ થવું તથા પોતે ઉજવણી કરવાથી દૂર રહેવું જોઈએ, તેમજ અન્ય મુસ્લિમોને પણ રોકવા જોઈએ. જો કોઈ વ્યક્તિ આવા કાર્ય કરે છે તો તે સખ્ત ગુનો બને છે. જેથી મુસ્લિઓએ શરીયતના વિરોધમાં જઈને કોઈ પણ કાર્ય ના કરવા જોઈએ.