For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, હત્યારા પિતાની ધરપકડ

02:09 PM Feb 05, 2025 IST | revoi editor
અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી  હત્યારા પિતાની ધરપકડ
Advertisement

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિતાએ બાળકને પાણીમાં સોડિયમ નાઈટ્રેડ મીલાવીને પીવડાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈને વધુ તપાસ આરંભી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષીય બાળક ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી હતી. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પત્ની મહેસાણા ગઈ હતી તે સમયે જ બાળકના પિતાને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. ત્યારે પિતાએ સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને તેના બાળકને તો પીવડાવી દીધું હતું. જેનાથી બાળકનું મોત નિપજ્યું. જોકે પોલીસનું એવું કહેવું છે કે બાળકને કોઈ બીમારી હોવાથી પિતા કંટાળ્યો હતો અને તેના કારણે જ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. તે પોતે પણ આ હત્યા બાદ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો પણ તેની હિંમત તૂટી ગઇ અને તે આ ઘોર પાપ કરી બેઠો.

Advertisement

Advertisement
Tags :
Advertisement