ખેડૂતો મરચાનું ઉત્પાદન કરવાની સાથે મરચા પાઉડરનું પણ વેચાણ કરતા થયાં
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેનાથી ખેડૂતો મબલખ પાક મેળવીને વિકાસ કરી રહ્યાં છે. દરમિયાન અમરેલીના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવવાની સાથે મરચાની ખેતી કરી રહ્યાં છે એટલું જ નહીં ખેડૂતો આ મરચાની સાથે મરચાના પાઉડરનું વેચાણ કરીને આવક મેળવી રહ્યાં છે.
મોરબી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. આહીંનાં લોકો ખેતી પર નિર્ભર છે. જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. બાગાયતી ખેતી કરીને અહીંના ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે. અમરેલી જિલ્લાના વાસિયાળી ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીમા સાનિયા, રેવા, કાસમીરી તેમજ ગોંડલ ડબલ પટ્ટો મરચાની ખેતી કરી છે. તેમનો મરચાનો પાવડર અમરેલી, અમદાવાદ, સુરત સુધી જાય છે. આ મરચા પાઉડરનો ભાવ 1 કિલ્લોનાં 300થી 400 રૂપિયા છે. એક વિઘામાં અંદાજે એક લાખની આવક મેળે છે. છેલ્લા 5 વર્ષ મયુરભાઈ મરચાની ખેતી કરે છે. હવે મસાલા પાક આખાવર્ષ માટે લોકો ખરીદી કરશે ત્યારે મરચાના પાઉડરનું ખેડૂતોએ પોતે જ વેચાણ વેચાણ શરૂ કર્યું છે. પોતે જ પ્રોડક બનાવી બજારમાં વેચી સારી કમાણી કરી રહ્યાં છે.