લસણના ભાવમાં ઘટાડો થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા
- લસણના ભાવમાં એક સપ્તાહમાં રૂપિયા 100 સુધીનો ઘટાડો નોંધાયો
- ગત વર્ષે લસણના ભાવ આસમાને પહોંચતા ખેડુતોએ વધુ વાવેતર કર્યું હતું
- રાજકોટ યાર્ડમાં રોજ 1500 કટ્ટા લસણની આવક
રાજકોટઃ ગત વર્ષે લસણના ભાવ આસમાને પહોંચ્યા હતા. તેથી આ વખતે સારા ભાવ મળશે તેવી આશાએ સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું હતુ. લસણનું ઉત્પાદન પણ સારૂએવું થયું છે. લસણનો ભાવ ગત વર્ષની તુલનાએ ઘટી ગયા છે. હવે લસણના ભાવમાં વધુ 100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. લસણની માંગ ઘટવાના કારણે ભાવમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે લસણના વેપારીઓને પણ મોટી અસર પહોંચી છે.
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં“છેલ્લા એક સપ્તાહથી લસણના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હોલસેલ અને રિટેલ માર્કેટમાં માંગ ઓછી હોવાથી બજારમાં કોઈ મોટી હિલચાલ જોવા મળતી નથી. ઘરાકીની ઠંડક અને સ્ટોકની ઓછી હિલચાલને કારણે લસણનો વેપાર ધીમો પડી ગયો છે, જેની અસર વેપારીઓ અને ખેડૂતો પર પડી રહી છે. લસણના ભાવ નીચા રહેવાથી ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની 1500 કટાની આવક નોંધાઈ છે. દેશી લસણના મુંડાનો ભાવ 400 થી 600 રૂપિયા, સારી ગુણવત્તાના મુંડાનો ભાવ 550 થી 750 રૂપિયા અને સુપર ક્વોલિટી લસણનો ભાવ 1000 થી 1400 રૂપિયા નોંધાયો છે. ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે બજારની નબળી સ્થિતિ દર્શાવે છે. જ્યારે જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની 700 કટાની આવક નોંધાઈ હતી, જ્યાં ભાવ 350 થી 1350 રૂપિયાની વચ્ચે રહ્યા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2200 કટાની આવક સાથે લસણના ભાવ 661 થી 1341 રૂપિયા નોંધાયા. આ બંને બજારોમાં પણ માંગની ઠંડકને કારણે ભાવ નીચા રહ્યા હતા અને વેચાણમાં ઝડપનો અભાવ જોવા મળી રહ્યો છે.
લસણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના પાછળ અનેક કારણો જવાબદાર છે. સૌપ્રથમ, ઘરેલું અને નિકાસ બજારોમાં લસણની માંગ નબળી રહી છે, જે નાણાકીય વર્ષ 2025ની શરૂઆતથી નોંધાયું છે. આનું મુખ્ય કારણ આર્થિક અનિશ્ચિતતા અને ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો હોઈ શકે છે. ઘરેલું અને નિકાસ બજારોમાં લસણની માંગ નબળી રહી છે. નાણાકીય વર્ષ 2025ની શરૂઆતથી લસણની માંગમાં ઘટાડો નોંધાયો, જેનું પ્રમુખ કારણ આર્થિક અનિશ્ચિતતા અને ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો હોઈ શકે છે. આ સિવાય વેપારીઓ અને સ્ટોકિસ્ટો દ્વારા લસણની ખરીદી ઓછી થઈ રહી છે, જેના કારણે સ્ટોક બજારમાં રોકાઈ રહ્યો છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય બજારોમાં લસણની નિકાસ ઘટી છે, જેનું કારણ વૈશ્વિક સ્પર્ધા, લોજિસ્ટિક્સ ખર્ચ, અને નિકાસ નીતિઓમાં ફેરફાર હોય શકે છે.