For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ખેડુતોએ છેલ્લા ત્રણ વર્ષમાં 3.64 કરોડની લોન લીધી

03:47 PM Dec 17, 2024 IST | revoi editor
ગુજરાતમાં ખેડુતોએ છેલ્લા ત્રણ વર્ષમાં 3 64 કરોડની લોન લીધી
Advertisement
  • ખેડુતોની લોનમાં 37 ટકાનો થયો વધારો,
  • સહકારી બેન્કોએ ખેડુતોને 62 હજારની લોન આપી છે
  • વર્ષ 2023-24માં ખેડુતોએ 1.41 લાખ કરોડની લોન લીધી

અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા યોજનાની સિચાઈનો લાભ મળ્યા બાદ પણ ખેડુતો દેવાના ડુંગરમાં દબાતા જાય છે. રોજબરોજ ખેતીના ખર્ચમાં વધારો થતો જાય છે. ખાતર, બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજીબાજુ શ્રમિકોના મજુરી દરમાં પણ વધારો થયો છે. ખેડુતો જ્યારે ખેત પેદાશ વેચવા માટે યાર્ડમાં જાય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે, પાકના પુરતા પૈસા મળતા નથી. શાકભાજીના વાવેતરમાં તો ખેડુતો કરતા મીડલમેન દલાલો વધુ કમાય છે. ગુજરાતમાં ખેડૂતો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 3.64 લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ ત્રણ વર્ષમાં રાજ્યમાં ખેતી માટે લેવાતી લોનમાં 37%નો વધારો થયો છે.

Advertisement

ગુજરાતમાં ખેડુતો વધુને વધુ દેવાદાર બની રહ્યા છે. કૂદરતી આફતમાં પણ ખેડુતોને પુરતું વળતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી ખેડુતોને વાવણી માટેના ખર્ચને પહોંચી વળવા માટે લોન લેવાની ફરજ પડી રહી છે. વર્ષ 2021-22માં કુલ 1 લાખ કરોડની ખેડુતોએ કૃષિ લોન લીધી હતી તે 2023-24માં વધીને 1.41 લાખ કરોડને પાર થઇ ગઇ છે. આ દરમિયાન રાજ્યમાં સહકારી બૅન્કોએ ખેડૂતોને કુલ 62 હજાર કરોડની લોન આપી છે. સહકારી બૅન્કો દ્વારા અપાતી લોન બાબતે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. મહારાષ્ટ્ર 71 હજાર કરોડ સાથે મોખરે છે. એકંદરે દેશમાં સૌથી વધુ તમિલનાડુના ખેડૂતોએ 11 લાખ કરોડથી વધુ કૃષિ લોન લીધી છે. દેશના ખેડૂતો 3 વર્ષમાં કુલ 65 લાખ કરોડની લોન લીધી છે. જ્યારે 2023-24માં જ કુલ 25 લાખ કરોડની લોન કોમર્શિયલ, સહકારી અને ગ્રામીણ બૅન્કો દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે.

દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ લોન મેળવવામાં ગુજરાતના ખેડુતો પ્રથમ ક્રમાંકે નથી. એ સારી બાબત છે. છેલ્લા 3 વર્ષમાં દેશમાં સૌથી વધુ તમિલનાડુના ખેડૂતો દ્વારા 11.53 લાખ કરોડની લોન લેવામાં આવી છે. ગુજરાત આ મામલે દેશમાં આઠમા ક્રમે છે. આંધ્રપ્રદેશ 7.45 લાખ કરોડની લોન સાથે બીજા ક્રમે છે. ત્યારબાદ અનુક્રમે કર્ણાટક 5.19 લાખ કરોડ, ઉત્તરપ્રદેશ 4.45 લાખ કરોડ, મહારાષ્ટ્ર 4.41 લાખ કરોડ, કેરળ 4.14 લાખ કરોડ અને રાજસ્થાન 4.14 લાખ કરોડની કૃષિ લોન સાથે ટોચનાં રાજ્યોમાં સામેલ છે. 2023-24માં દેશમાં કુલ 25.24 લાખ કરોડની કૃષિ લોન ખેડૂતો દ્વારા લેવામાં આવી છે. જ્યારે 3 વર્ષમાં કુલ 65 લાખ કરોડની લોન ત્રણેય પ્રકારની બૅન્ક દ્વારા અપાઇ છે. કુલ કૃષિ લોનમાં સહકારી અને ગ્રામીણ બૅન્કોનો હિસ્સો 30% છે. પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોએ આ દરમિયાન કુલ 7.29 લાખ કરોડ, સહકારી બૅન્કોએ 7.21 લાખ કરોડ અને કોર્મશિયલ બૅન્કોએ કુલ 51 લાખ કરોડની કૃષિ લોન ખેડૂતોને આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement