For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માવઠાને લીધે ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતોએ ઊભો પાક નાશ કર્યો

05:44 PM Nov 09, 2025 IST | Vinayak Barot
માવઠાને લીધે ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતોએ ઊભો પાક નાશ કર્યો
Advertisement
  • ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો,
  • ઘોઘાના કુકડ ગામના ખેડૂતે 7 વિધા ડુંગળીના ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું,
  • એક બાજુ પુરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ડુંગળીના પાકમાં રોગચાળાથી ઉત્પાદનને અસર

ભાવનગરઃ ગોહિલવાડમાં મહુવા અને તળાજા સહિત તાલુકાઓમાં ડુંગળીનો મબલખ પાક થયા છે. પણ આ વખતે માવઠાને કારણે ડુંગળીના પાકને સારૂએવું નુકાસાન થયુ છે. વરસાદી વાતાવરણને લીધે ડુંગળીના પાકમાં બાફિયા નામનો રોગચાળો આવતા ઉત્પાદનને માઠી અસર થઈ છે. બીજી બાજુ ડુંગળીના ભાવ ગગડીને તળિયે બેસી ગયા છે. તેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે ડુંગળીને પોષણક્ષમ ભાવ નહીં મળતા ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું છે.

Advertisement

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે પોતાની વાડીમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળીયે જતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. કુકડ ગામના મહેન્દ્રસિંહ ગોહિલ નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 વિઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાં કમોસમી વરસાદ પડતાં ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતે ડુંગળીના પાકમાં રોટાવોટેર મશીન ફેરવી દીધું હતુ, ખેડૂતે અંદાજિત 75000 રૂપિયાનો ખર્ચ ડુંગળીના વાવેતર પાછળ કર્યો હતો અને પૂરતા ભાવ પણ ન મળતા અંતે કંટાળી જઈને ખેડૂતે નિષ્ફળ ગયેલા પાક ઉપર કટર મારીને પોતાની વેદના ઠાલવી હતી.

ભાવનગર જિલ્લામા દર વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે. જિલ્લામાં થતી ડુંગળી અન્ય રાજ્ય સહિત અન્ય દેશોમાં પણ નિકાસ થતો હોય છે. આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂતોને ચોમાસુ પાક તો બગડી ચૂક્યો છે, પરંતુ હવે શિયાળું વાવેતર કરે તે પહેલા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતનું કહેવું છે કે ચાર મહિના રાત દિવસ મહેનત કર્યા બાદ પણ જો તેમને પોસાય નહીં, તેવા ભાવ માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન મળે છે, જેથી તેમને મજૂરી ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ બને છે. જેના કારણે ખેડૂતે હવે પોતાની વાડીએ રોટાવેટર મશીન ફેરવીને ડુંગળીનો નાશ કર્યો છે. મળી રહ્યો નથી સાથે જ હવે પછીની રવિ સીઝનમાં જો નવું વાવેતર કરવું હોય તો આ નિષ્ફળ અને પોષણક્ષમ ભાવ ન મળવાનાં કારણે ડુંગળીના પાક ઉપર કટરના છૂટકે માર્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement