For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની માઈનોર કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ

05:28 PM Nov 17, 2025 IST | Vinayak Barot
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની માઈનોર કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ
Advertisement
  • જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં રવિપાકની વાવણીનું કામ પૂર્ણ,
  • હાલ પિયત માટે પાણીની જરૂર છે, ત્યારે જ કેનાલમાં પાણી છોડાતુ નથી,
  • માઈનોર કેનાલોમાં તકલાદી રિપોરિંગના કામ બાદ ફરી ગાબડા પડવા લાગ્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રવિ સીઝનની વાવણીનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. હાલ સિંચાઈ માટે પાણીની જરૂ હોવાથી પેટા અને માઈનોર કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માગ કરી છે. ખેડૂતોને હાલ પિયત અને સિંચાઈ માટેના પાણીની તાતી જરૂર છે ત્યારે નર્મદાની કેનાલોમાં પાણી આપવામાં આવતું નથી. દુધરેજથી બાકરથળી અને આગળના ચારથી વધુ ગામમાં પસાર થતી ડી૧ માઇનોર કેનાલમાં પિયત અને સિંચાઈનું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને લીધે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું હતુ. હવે ખેડૂતો ઊભા થવા માટે રવિ પાકનું નવી આશા સાથે વાવેતર કરી રહ્યા છે. જિલ્લામાં જીરું, ઘઉં, વરિયાળી, ઘાસચારો, શાકભાજી જેવા પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ નર્મદા વિભાગ દ્વારા માઇનોર કેનાલોમાં પાણી છોડવાનું શરૂ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતે મહેનત કરી અને પાકનું વાવેતર કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં ન આવતા તંત્રની કામગીરી સામે ખેડૂતોએ પણ હવે સવાલ ઊભા કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાલ પિયત અને સિંચાઈ માટેના પાણીની તાતી જરૂર છે ત્યારે નર્મદાની કેનાલોમાં પાણી આપવામાં આવતું નથી. સુરેન્દ્રનગરના દુધરેજથી બાકરથળી અને આગળના ચારથી વધુ ગામમાં પસાર થતી ડી૧ માઇનોર કેનાલમાં પિયત અને સિંચાઈનું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે. બીજીબાજુ જિલ્લાના પાંચ ગામના ખેડૂતો આ કેનાલમાંથી પિયતનું પાણી મેળવી રહ્યા છે પરંતુ આગલા વર્ષે આ કેનાલનુ રીપેરીંગ કામ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક ખેડૂતોએ વ્યવસ્થિત રીપેરીંગ કરવા નર્મદા વિભાગને રજૂઆત કરી હતી તેમ છતાં પણ કોઈ  ધ્યાન આપવામાં ન આવતા ફરી કેનાલોમાં ફરી પોપડા ઉખડવા લાગ્યા છે. રીપેરીંગ બાદ પણ કેનાલ જર્જરીત હાલતમાં જ છે. ત્યારે રીપેરીંગ કરી અને જીરું, ઘઉં, વરીયાળી અને રવિ પાકના વાવેતર સમયે સિંચાઈ માટેનું પાણી આપવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. અધિકારીઓ સમક્ષ પણ ખેડૂતોએ પાણી છોડવાની રજૂઆત કરી છે પહેલા કેટલા રીપેરીંગ કામ કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવે તો ખેડૂતોના ખેતરોમાં પણ પાણી જમે નહીં અને વ્યવસ્થિત સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ખેડૂતો કરી શકે આ સંદર્ભે હવે નર્મદા વિભાગના અધિકારીઓ પણ એક્શનમાં આવી અને આવી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તે પણ જરૂરી બન્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement