For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાયડમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુત પતિ-પત્નીએ કર્યો આપઘાત

02:06 PM Apr 20, 2025 IST | revoi editor
બાયડમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુત પતિ પત્નીએ કર્યો આપઘાત
Advertisement
  • આત્મહત્યા પહેલા દંપત્તીએ પૂત્રને વોટ્સએપમાં સુસાઈડ નોટ મોકલી હતી
  • વ્યાજખોરે ત્રણગણી રકમ વસુલી લીધી છતાંયે રૂપિયાની માગણી કરવામાં આવતી હતી
  • પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હીથ ધરી

બાયડઃ તાલુકાના આટીયાદેવ ગામમાં બે વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ પોતાના ઘરની પાછળ પતરાંના શેડથી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના 13 દિવસ બાદ મૃતકના પુત્રેના મોબાઇલમાં સુસાઇડ નોટ અને વીડિયો મળતાં બે વ્યાજખોરો સામે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

બાયડના આટીયાદેવ ગામમાં રહેતા અતુલ ભાઇ દિનેશભાઇ પટેલ (52) તથા મીનાબેન અતુલભાઇ પટેલે તા. 4 એપ્રિલના રોજ રૂપિયાની લેતી દેતીમાં તથા બે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ સહન ન થતાં સુસાઇડ નોટ તથા વીડિયો બનાવી ઘરની પાછળ આવેલ પતરાંના શેડ ઉપર રાત્રે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં હલચલ મચી ગઈ હતી. સવારના સમયે ઘરના સભ્યો પાછળ જોતાં પતિ પત્નીની પતરાંના શેડ નીચે લટકેલી હાલતમાં લાશ જોવા મળતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે ઘટનાના 13 દિવસ બાદ સુસાઇડ નોટ તથા વીડિયોના આધારે મૃતક અતુલભાઇ ના પુત્ર ચિરાગભાઇએ બાયડ પોલીસમાં બે વ્યાજખોરો અતુલભાઇ શંકરભાઈ પટેલ ગામ. રણેચી તા. બાયડ તથા બબાભાઈ પૂંજાભાઈ ભરવાડ ગામ. નવા શેઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બાયડ પોલીસમાં મૃતકના પુત્ર ચિરાગભાઈ અતુલભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તા.04-04-2025ના રોજ માતા-પિતાએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યા બાદ સ્યૂસાઇડ નોટ મળતાં આશરે 13 દિવસ પછી તા.17 એપ્રિલના રોજ લખાવેલ ફરિયાદ મુજબ માતા-પિતાની આત્મહત્યા મામલે મોબાઈલમાં વોટ્સઅપ ખોલ્યું ત્યારે મારા પપ્પાએ રાત્રે 02:34 એક ચોપડામાં લખેલ સ્યૂસાઇડ નોંધ લખેલા આશરે છ ફોટો મને મોકલ્યા હતા. તેમાં લખેલું વાંચતા ડાયાભાઈ જીતપુર એમને મે 90 હજાર બસ ડેપોની ચાની લારી પાસે આપેલ છે અને તેમને 10હજાર માટે એમને મને ચેક પાછા આપેલ નથી. ચેક પરત મેળવી લેવા અને ભગાભાઇ કોજણ અને ભદીયાભાઇને આપવાવના છે અને 7હજાર ભજનવાળાના આટીયાદેવ રામદેવ મંડળ અને પ્રાહીને સાચવજો અને ભૂમીને અને કહે જે કે, પ્રાહીને મારવાની નહી અને સાચવીને રહેજો. મારું આવું પગલું ભરવાનું કારણકે પૈસાવાળા હેરાન કરતા હતા. એટલે અમે આ પગલું ભરી રહ્યા છીએ. ઘરમાં કઇ વસ્તુ ક્યાં મૂકેલ છે તે બધું લખેલ છે બીજા દિવસે મારા પપ્પાનો ફોન મેં જોતાં તેમાં મારી મમ્મીનો એક વીડિયો મેં જોતાં અને તેમાં તે બોલતી હતી કે, આ પગલું ભરવા માટે અમે જ જવાબદાર છીએ અમારે પૈસા માટે જ આ પગલું ભરવું પડ્યું છે. અને લોકોની બોલી અમારાથી સહન થતી ન હોય જેથી આ પગલું અમારે ભરવું પડેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement