For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરને લીધે નિધન

07:05 PM Oct 15, 2024 IST | revoi editor
પ્રખ્યાત એક્ટર કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરને લીધે નિધન
Advertisement

હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું 14 ઓક્ટોબરના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જેમાં મહેશ માંજરેકર, શ્રેયસ તલપડે, નિનાદ કામત અને નેહા પેંડસે સહિત હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીના ઘણા બધા સેલેબ્રિટી પહોંચ્યા હતા.

Advertisement

આ અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પણ તેમના નજીકના મિત્રને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેને સોશિયલ મીડિયા પર અતુલ સાથે જોડાયેલી એક પોસ્ટ પણ શેર કરી છે. તેને લખ્યું, અદ્ભુત અભિનેતા અને મારા નજીકના મિત્ર અતુલ આજે નથી રહ્યા. અમે બાલમોહન સ્કૂલમાં સાથે ભણતા હતા.

તે સમયે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના સુપરસ્ટાર હતા. ઘણા લોકો તેમના પ્રશંસક હતા પરંતુ અમે જેમના ફેન હતા તે અતુલ પરચુરે હતા. અતુલ શાળાના નાટક 'બજારબટ્ટુ'માં અભિનય કરતા હતા. તેઓ જન્મજાત એક્ટર હતા. તેઓ શાળાના દિવસોથી જ સેલિબ્રિટી હતા.

Advertisement

અતુલ પરચુરે બોલિવૂડમાં 'ગોલમાલ', 'પાર્ટનર', 'ક્યોં કી' અને 'આવારાપન' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 'કપિલ શર્માના શો'માં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેને મરાઠી સ્ટેજ પર પોતાના અભિનયથી ધૂમ મચાવી હતી. અતુલે મરાઠી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement