હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હાલોલમાં કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવીને ફરતો નકલી અધિકારી પકડાયો

06:04 PM Apr 24, 2025 IST | revoi editor
Advertisement

હાલોલઃ પોલીસે નકલી અધિકારીને કાર સાથે પકડી પાડ્યો છે. નકલી અધિકારીના સ્વાંગમાં યુવાને પોતાની કાર પર લાલ-ભૂરી ફ્લેશિંગ લાઈટ લગાવી હતી. તેમજ કાર પર ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખાવ્યું હતું. વાહન પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવી નહતી. આરોપી હાલોલનો રહિશ છે, પોલીસે યુવાનની વધુ પૂછતાછ હાથ ધરી છે.

Advertisement

હાલોલ રૂરલ પોલીસે એક યુવકને બનાવટી સરકારી અધિકારી તરીકે ફરતા કાર સાથે પકડી પાડ્યા હતો.  આરોપી ધ્રુવકુમાર કાળુભાઇ વાળંદ ( ઉ,વ.24)  હાલોલના કંજરી રોડ સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહે છે. તે મૂળ શહેરા તાલુકાના નાંદરવા ગામનો વતની છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. આરોપીએ પોતાની 10 લાખની કિયા કંપનીની કાળા રંગની કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવી હતી. કાર પર 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા' લખાવ્યું હતું. કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. જોકે, ડિક્કીમાંથી GJ-17-CK-3514 નંબરની રજિસ્ટ્રેશન પ્લેટ મળી આવી હતી.

પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે તે કોઈ સરકારી હોદ્દા પર નથી. તેણે માત્ર સમાજમાં રાજ્યસેવક તરીકેની છાપ ઊભી કરવા માટે આ કૃત્ય કર્યું હતું.પોલીસે આરોપીની કાર જપ્ત કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ-204 અને એમ.વી. એક્ટ 177 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના IGP આર.વી. અસારી અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ કામગીરીમાં PI આર.એ. જાડેજા, PSI જે.ડી. તરાલ સહિતની પોલીસ ટીમ સામેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharArrestedBreaking News GujaratiFake OfficerGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHalolLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article