For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં જૂથવાદ, બાબરને ફરીથી કેપ્ટન બનાવવા માટે એક ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

07:00 PM Sep 27, 2024 IST | revoi editor
પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં જૂથવાદ  બાબરને ફરીથી કેપ્ટન બનાવવા માટે એક ખેલાડીએ ઉઠાવ્યા સવાલ
Advertisement

રાવલપીંડીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એશિયા કપમાં કારમી હાર બાદ ટી20 વર્લ્ડ કપ 2024માં પણ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. એટલું જ નહીં પાકિસ્તાનની ટીમ તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી હારી ચુકી છે. આ દરમિયાન ઈમાદ વસીમનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઇમાદે બાબર આઝમની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું હતું કે, T20 વર્લ્ડ કપ 2024 પહેલા બાબરને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય અયોગ્ય હતો.

Advertisement

બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ કંઈ ખાસ કરી શકી નથી અને કેપ્ટન બદલ્યા પછી પણ ટીમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરમાં જ ઇમાદે બાબર આ અંગે પ્રતિક્રિયા આપી હતી. એક રિપોર્ટ અનુસાર, ઇમાદે કહ્યું, "મને આશ્ચર્ય થયું." આના પર હું બીજું શું કહું? આ પસંદગી સમિતિનો નિર્ણય હતો અને તેઓએ જે પણ વિચાર્યું હશે. તેમને લાગ્યું હશે કે અત્યારે આનાથી સારો કોઈ વિકલ્પ નથી. પસંદગીકારોના આ નિર્ણયથી મને આશ્ચર્ય થયું. મારી સાથે અન્ય લોકો પણ આ નિર્ણયથી ચોંકી ગયા હતા.

પાકિસ્તાને ODI વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટીમની ખૂબ ટીકા થઈ હતી. આ પછી બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી શાહીન આફ્રિદીને લિમિટેડ ઓવરનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જોઈને ટીમ મેનેજમેન્ટે પણ તેને કેપ્ટન તરીકે હટાવીને ફરીથી બાબરને કમાન સોંપી દીધી હતી. તાજેતરમાં પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનની ટીમને બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટવોશનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની કેપ્ટનશીપ શાન મસૂદે કરી હતી. પાકિસ્તાનને તેની જ ધરતી પર 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement