ઉનાળામાં આંખનું ઈન્ફેક્શન ઝડપથી વધે છે, આ રીતે કરો બચાવ
ઉનાળાની ઋતુ બજારમાં ઠંડી વસ્તુઓ અને અલગ-અલગ પ્રકારના ફળો લાવે છે. સાથે આ ઋતુમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેલું છે. આ ઋતુમાં મુખ્યત્વે આંખના ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તીવ્ર સૂર્યપ્રકાશ, ધૂળ, પરસેવો અને ચેપ પેદા કરતા વાયરસ અને બેક્ટેરિયા એકસાથે આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
ઉનાળામાં આંખના ચેપનું જોખમ કેમ વધે છે?
તીવ્ર સૂર્યપ્રકાશ અને યુવી કિરણો
સૂર્યના તીવ્ર કિરણો આંખોની નાજુક ત્વચા અને રેટિનાને નુકસાન પહોંચાડી શકે છે. યુવી કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી આંખોમાં બળતરા, ડ્રાઈનેસ અને ઈન્ફેક્શનનું કારણ બની શેક છે.
ધૂળ અને પ્રદૂષણ
ઉનાળા દરમિયાન હવામાં ઉડતી ધૂળ અને ગંદકી આંખોમાં પ્રવેશી શકે છે અને બળતરા, ખંજવાળ અને લાલાશનું કારણ બની શકે છે, જે કંજંક્ટિવવાઈટિસ અથવા એલર્જીક રિએક્શન થઈ શકે છે.
પરસેવાથી અને ગંદા હાથથી સ્પર્શ કરવો
ઉનાળામાં, પરસેવાને કારણે, આપણે ઘણીવાર હાથ ધોયા વિના આપણી આંખોને સ્પર્શ કરીએ છીએ, જેના કારણે બેક્ટેરિયા અથવા વાયરસ આંખો સુધી પહોંચે છે.
ચેપગ્રસ્ત પાણીનો ઉપયોગ
ઉનાળા દરમિયાન તરવું વધુ સામાન્ય બની જાય છે, અને ક્લોરિનેટેડ અથવા દૂષિત પાણી આંખોમાં પ્રવેશી શકે છે અને આંખમાં ચેપ લાવી શકે છે.
આંખોને ઈન્ફેક્શનથી કેવી રીતે સુરક્ષિત રાખવી
- યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળથી રક્ષણ આપે છે. તે ચેપ અને થાકમાંથી પણ રાહત આપે છે.
- હાથ ધોયા વિના આંખોને સ્પર્શ કરવો કે ઘસવું એ ઈન્ફેક્શન ફેલાવવાનું એક મુખ્ય કારણ છે.
- દિવસમાં 2-3 વખત સ્વચ્છ ઠંડા પાણીથી આંખો ધોવાથી તમને તાજગી મળે છે અને ગંદકી પણ દૂર થાય છે.
- બીજા કોઈના રૂમાલ, ટુવાલ કે કાજલનો ઉપયોગ કરશો નહીં. આ બેક્ટેરિયા ફેલાવે છે.
- લાંબા સમય સુધી મોબાઇલ કે લેપટોપ સામે જોવાથી આંખો સૂકી થઈ જાય છે. દર 20 મિનિટે 20 સેકન્ડ માટે દૂર જુઓ; આ નિયમનું ચોક્કસ પાલન કરો.
- સ્વિમિંગ પછી તરત જ આંખોને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને જો કોઈ બળતરા થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.