વડોદરામાં જુના પાદરા રોડ પર પુનિતનગરના બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો
- બારી-બારણાના કાચ 40 ફુટ દુર સુધી ઊડ્યા
- મકાનમાં જતી ગેસ પાઈપલાઈનમાં 4 જગ્યાએ ગેસ લિકેજ હતો
- આજુબાજુના મકાનોને પણ નુકશાન
વડોદરાઃ શહેરના જુના પાદરા રોડ પર આવેલા પુનિત નગરમાં નવી ગેસ લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. ગત અઠવાડિયે સોસાયટીના કેટલાક મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે અન્ય માળ પર જૂની પાઇપ લાઇનનો બદલવાની બાકી હતી તે દરમિયાન ગઈકાલે મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક જોરદાર ધડાકો થતા આજુબાજુના રહિશો પોતાના મકાનની બહાર દોડી આવ્યા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે, બારી-બારણાના કાચ તૂટીને 40 ફુટ દુર સુધી ઊડ્યા હતા.
વડોદરા શહેરના જુના પાદરા રોડ પર આવેલી પુનિત નગર સોસાયટીના એક બંધ મકાનમાં ગેસ લાઇનમાં લીકેજ થતા ભારે ધડાકો થયો હતો જેને કારણે બારીઓના કાચ ઉડીને 40-50 ફૂટ દૂર પડ્યા હતા. ધડાકો સાંભળીને સોસાયટીના રહીશો પણ ઘર બહાર દોડી આવ્યા હતા એટલું જ નહીં બાજુના મકાન વાળાના ઇલેક્ટ્રિકના સાધનો પણ ઉડી ગયા હતા. આ અંગે ગેસ કંપનીને જાણ થતા સ્થળ પર આવીને તપાસ કરતાં ત્રણથી ચાર જગ્યાએ ગેસ લીકેજ હોવાનું જણાઈ આવ્યું હતું.
વડોદરા શહેરના જુના પાદરા રોડ પર આવેલા પુનિત નગરમાં નવી ગેસ લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. ગત અઠવાડિયે સોસાયટીના કેટલાક મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે અન્ય માળ પર જૂની પાઇપ લાઇનનો બદલવાની બાકી હતી તે દરમિયાન ગઈકાલે મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક જોરદાર ધડાકો થતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા. અને તાત્કાલિક ગેસ કંપનીને જાણ કરી હતી. આ બંધ મકાન દાંડિયા બજારમાં ક્લાસીસ ચલાવતા લુલાસરનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ વડોદરા ગેસ કંપની દ્વારા ચાલતી ગેસ પાઇપલાઇન બદલવાની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે અચાનક ધડાકો થતા જવાબદાર કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ બનાવની જાણ કોન્ટ્રાક્ટરને થતા તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા. સ્થાનિક રહીશોએ તેમને બંધ મકાનમાં ધડાકો થયાની વાત કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો.
આ બનાવની જાણ વડોદરા ગેસ કંપનીને થતા સ્થળ પર પહોંચી જઈ તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાવ્યો હતો અને તપાસ કરતા આ લાઈન ઉપર ત્રણથી ચાર જગ્યાએ ગેસ લીકેજ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવ અંગે ગેસ કંપનીએ તપાસ હાથ ધરી હતી અને સમારકામ તાત્કાલિક કરવામાં આવ્યું હતું. જેને કારણે ગેસ પુરવઠો પણ સતત બે કલાક સુધી બંધ રહ્યો હતો.