હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વિશ્વભરના નિષ્ણાતો અને રોકાણકારો ભારતને લઈને ઉત્સાહિત છે: પ્રધાનમંત્રી

03:57 PM Dec 09, 2024 IST | revoi editor
Advertisement

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતમાં વ્યાવસાયિક વાતાવરણને કારણે વ્યાવસાયિક નિષ્ણાતો અને રોકાણકારો ઉત્સાહિત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ અને રિફોર્મનાં મંત્ર સાથે ભારતે જે પ્રગતિ જોઈ છે, તે દરેક ક્ષેત્રમાં દેખાય છે. પીએમ મોદીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આઝાદીનાં 7 દાયકા પછી ભારત દુનિયામાં 11મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ઊભું કરી શક્યું છે, પણ છેલ્લાં દાયકામાં ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં ભારતનું અર્થતંત્ર અને નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે." તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014 અગાઉનાં દાયકાની સરખામણીમાં છેલ્લાં દાયકામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં પણ બે ગણો વધારો થયો છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે ભારતનો માળખાગત ખર્ચ લગભગ 2 ટ્રિલિયન રૂપિયાથી વધીને 11 ટ્રિલિયન રૂપિયા થઈ ગયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતની સફળતા લોકશાહી, વસતિ, ડિજિટલ ડેટા અને ડિલિવરીની સાચી શક્તિ પ્રદર્શિત કરે છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં લોકશાહીની સફળતા અને સશક્તિકરણ એ પોતાનામાં જ એક મોટી સિદ્ધિ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એક લોકશાહી રાષ્ટ્ર હોવા છતાં માનવતાનું કલ્યાણ ભારતની ફિલસૂફીનું હાર્દ છે. તેમણે કહ્યું હતું કે, તે ભારતનું મૂળ પાત્ર છે. તેમણે લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા અને ભારતમાં સ્થિર સરકાર સુનિશ્ચિત કરવા બદલ ભારતનાં લોકોની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ભારતની આ પ્રાચીન પરંપરાઓને આગળ વધારવા માટે યુવા શક્તિ સમાન જનસંખ્યાની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારત આગામી ઘણાં વર્ષો સુધી દુનિયામાં સૌથી યુવા દેશોમાં સ્થાન ધરાવશે અને ભારતમાં યુવાનોનો સૌથી મોટો સમુદાય હશે તેમજ સૌથી મોટું કૌશલ્ય ધરાવતું યુવા જૂથ પણ હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આ દિશામાં અનેક હકારાત્મક પગલાં લઈ રહી છે.

Advertisement

નરેન્દ્ર  મોદીએ નોંધ્યું હતું કે, છેલ્લાં દાયકામાં ભારતની યુવાશક્તિએ આપણી તાકાતમાં વધુ એક પરિમાણ ઉમેર્યું છે અને આ નવું પરિમાણ ભારતની ટેક પાવર અને ડેટા પાવર છે. દુનિયામાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી અને ડેટાના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "આ સદી ટેકનોલોજી આધારિત અને ડેટા આધારિત છે." તેમણે નોંધ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં આશરે 4 ગણો વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં લોકશાહીની તેની વાસ્તવિક શક્તિ, વસતિ અને ડેટા પ્રદર્શિત કરી રહ્યું છે. "ભારતે દર્શાવ્યું છે કે ડિજિટલ ટેકનોલોજીના લોકશાહીકરણથી દરેક ક્ષેત્ર અને સમુદાયને કેવી રીતે લાભ થાય છે." યુપીઆઈ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ, ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ), ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીવીસી) જેવી ભારતની વિવિધ ડિજિટલ પહેલોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનાં ઘણાં પ્લેટફોર્મ છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમની શક્તિનું પ્રદર્શન કરે છે. તેમણે ઉમેર્યું કે તેમની વિશાળ અસર રાજસ્થાનમાં પણ સ્પષ્ટ થશે. શ્રી મોદીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશનો વિકાસ રાજ્યનાં વિકાસ મારફતે થયો છે અને જ્યારે રાજસ્થાન વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે, ત્યારે દેશ પણ નવી ઊંચાઈએ પહોંચશે.

વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે એ વાતનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ રાજસ્થાનનાં લોકોની પ્રશંસા કરી હતી, જેમણે તેમનાં વિશાળ હૃદય, કઠોર પરિશ્રમ, પ્રામાણિકતા, મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યાંકો હાંસલ કરવાની ઇચ્છાશક્તિ, પ્રથમ રાષ્ટ્રમાં તેમની શ્રદ્ધા, દેશ માટે કંઈ પણ કરવાની તેમની પ્રેરણા માટે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદી પછીની સરકારોની પ્રાથમિકતા ન તો દેશનો વિકાસ છે કે ન તો દેશનો વારસો અને ન તો રાજસ્થાનનો વારસો તેનો ભોગ બન્યો છે. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે તેમની સરકાર વિકાસ તેમજ વારસાના મંત્ર પર કામ કરી રહી છે જેનાથી રાજસ્થાનને મોટો ફાયદો થશે.

રાજસ્થાન એ માત્ર ઊભરતું રાજ્ય જ નથી, પણ વિશ્વસનિય રાજ્ય છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન ગ્રહણશીલ છે અને સમયની સાથે પોતાની જાતને કેવી રીતે સુધારવી તે જાણે છે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાન પણ પડકારોનો સામનો કરવા અને નવી તકો ઉભી કરવા માટેનું બીજું નામ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનનાં લોકો દ્વારા ચૂંટાયેલી જવાબદાર અને સુધારાવાદી સરકાર એ રાજસ્થાનનાં આર-ફેક્ટરમાં નવું પાસું ઉમેરવામાં આવ્યું છે. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી અને તેમની આખી ટીમે ટૂંકા ગાળામાં એક મહાન કાર્ય કર્યું હતું. રાજ્ય સરકાર થોડાં દિવસોમાં પોતાનું પ્રથમ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ગરીબો અને ખેડૂતોનું કલ્યાણ, યુવાનો માટે નવી તકોનું સર્જન, માર્ગ, વીજળી, વોટર વર્કસ જેવા વિકાસલક્ષી કાર્યો જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજસ્થાનનાં ઝડપી વિકાસમાં તેમની કાર્યદક્ષતા અને પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે ગુના અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં સરકારની ત્વરિતતાએ નાગરિકો અને રોકાણકારોમાં નવો ઉત્સાહ લાવ્યો છે.

રાજસ્થાનની વાસ્તવિક સંભવિતતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રાજસ્થાન કુદરતી સંસાધનોનો ભંડાર, સમૃદ્ધ વારસાની સાથે આધુનિક જોડાણનું નેટવર્ક, ખૂબ મોટું ભૂભાગ અને અતિ સક્ષમ યુવા બળ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાન પાસે માર્ગોથી માંડીને રેલવે સુધી, આતિથ્ય-સત્કારથી માંડીને હસ્તકળા સુધી, ખેતરોથી માંડીને કિલ્લાઓ સુધી ઘણું બધું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનની આ સંભવિતતા રાજ્યને રોકાણ માટે અતિ આકર્ષક સ્થળ બનાવે છે. રાજસ્થાનમાં ભણતરની ગુણવત્તા છે અને તેની સંભવિતતામાં વધારો કરવાની ગુણવત્તા છે એમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, એટલે જ હવે અહીં રેતાળ ટેકરાઓમાં પણ વૃક્ષો ફળોથી ભરેલાં છે અને જૈતુન અને જેટ્રોફાની ખેતી વધી રહી છે. તેમણે જયપુરના વાદળી માટીકામ, પ્રતાપગઢના થેવા ઝવેરાત અને ભીલવાડાના ટેક્સટાઇલ ઇનોવેશનનો એક અલગ જ મહિમા છે, જ્યારે મકરાણા આરસપહાણ અને કોટા ડોરિયા સમગ્ર વિશ્વમાં જાણીતા છે. તેમણે ઉમેર્યું હતું કે, નાગૌરની પાન મેથીની સુગંધ પણ અનોખી છે અને રાજ્ય સરકાર દરેક જિલ્લાની સંભવિતતાને ઓળખવા માટે કામ કરી રહી છે.

ભારતના ખનિજ ભંડારોનો મોટો હિસ્સો રાજસ્થાનમાં ઝીંક, સીસું, તાંબુ, આરસપહાણ, ચૂનાના પથ્થરો, ગ્રેનાઇટ, પોટાશ જેવા ખનિજ ભંડારોનો મોટો હિસ્સો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભંડાર આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો છે અને રાજસ્થાન ભારતની ઊર્જા સુરક્ષામાં મોટું પ્રદાન કરે છે. ભારતે આ દાયકાના અંત સુધીમાં 500 ગિગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે એ બાબતને યાદ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાન તેમાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે અને અહીં ભારતનાં ઘણાં સૌથી મોટા સૌર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.

રાજસ્થાને અર્થતંત્રનાં બે મોટાં કેન્દ્રો, દિલ્હી અને મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બંદરોને ઉત્તર ભારત સાથે જોડ્યા હોવાનું જણાવતાં શ્રી મોદીએ નોંધ્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરનો 250 કિલોમીટરનો વિસ્તાર રાજસ્થાનમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી અલવર, ભરતપુર, દૌસા, સવાઈ માધોપુર, ટોંક, બુંદી અને કોટા જિલ્લાઓને રાજસ્થાનનાં મોટા પાયે લાભ થશે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા 300 કિલોમીટરના આધુનિક રેલવે નેટવર્કનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આ કોરિડોર જયપુર, અજમેર, સીકર, નાગૌર અને અલવર જિલ્લાઓમાંથી પસાર થાય છે. આવા મોટા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું કેન્દ્ર રાજસ્થાન છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રોકાણ માટે ઉત્કૃષ્ટ સ્થળ છે, જેમાં ખાસ કરીને શુષ્ક બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે અપાર સંભાવનાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ વિકસાવી રહી છે, આશરે બે ડઝન સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક પાર્ક્સ વિકસાવી રહી છે અને બે એર કાર્ગો કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી ઔદ્યોગિક કનેક્ટિવિટીમાં વધુ સુધારો થવાની સાથે રાજસ્થાનમાં ઉદ્યોગોની સ્થાપના કરવાનું સરળ બનશે.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiExcitedExperts from around the worldGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharindiaInvestorsjaipurJaipur Exhibition and Convention CentreLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespm modiPopular NewsRajasthanRising Rajasthan Global Investment Summit 2024Samachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article