આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા માટે કવાયત, ચાર રાજ્યમાં પ્રભારીની નિમણુંક
નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તર ભારતમાં આમ આદમી પાર્ટીને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. મનિષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યાં છે.
આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (પીએસી) ની બેઠક યોજાઈ હતી. આમાં, સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર રાજ્યોમાં પ્રભારીની નિમણૂક પર સહમતિ થઈ હતી. ગોપાલ રાયને ગુજરાતમાં પ્રભારી, દુર્ગેશ પાઠકને સહ-પ્રભારી, પંકજ ગુપ્તાને ગોવામાં પ્રભારી, મનીષ સિસોદિયાને પંજાબમાં પ્રભારી અને સતેન્દ્ર જૈનને સહ-પ્રભારી, સંદીપ પાઠકને છત્તીસગઢમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને મેહરાજ મલિકને જમ્મુ અને કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે.