હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

06:01 PM Nov 20, 2025 IST | revoi editor
Advertisement

અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે રાજ્યના અરવલ્લી જિલ્લામાંથી બીએલઓની કામગીરીના જે સમાચાર આવ્યા છે તે પ્રેરણાદાયક અને ઉદાહરણરૂપ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01/01/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવો અને પાત્રતા ન ધરાવતા, મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામો દૂર કરવા આવશ્યક છે. આ તમામ કામગીરી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવે છે.

Advertisement

BLO હાલના મતદારોની માહિતી *BLO App.*માં મેપિંગ કરે છે, Election Commission of India દ્વારા આપેલા ઈન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિતરે છે, તે ફોર્મ ભરાવ્યા પછી પરત મેળવી ડિજીટાઇઝેશન કરે છે. BLO ઓછામાં ઓછા ત્રણ વખત ઘરે મુલાકાત લે છે અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદ કરે છે. આ કામગીરી તા. 04/11/2025 થી 04/12/2025 સુધી દિન-૩૦માં માં પૂર્ણ કરવાની થાય છે.

https://www.revoi.in/wp-content/uploads/2025/11/WhatsApp-Video-2025-11-20-at-5.23.33-PM.mp4

૩૨- બાયડ વિધાનસભાના ભાગ નં- ૨૫૭ દોલપુરા વિસ્તારના BLO શ્રી મહેશભાઈ પટેલ પગે અપંગ હોવા છતાં તેમણે તેમના મતવિસ્તારમાં કુલ ૩૧૬ મતદારોનો ઘરેઘરે સંપર્ક કરી EF (ગણતરી ફોર્મ) વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી *BLO App.*માં પૂર્ણ કરી, ભાગ નં.૨૫૭ની ૧૦૦% કામગીરી માત્ર ૧૦ દિવસમાં પૂર્ણ કરી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી. ૧૦ દિવસમાં પોતાની કામગીરી પૂર્ણ કરી તેમની ધગશ અને કામ પ્રત્યેની જાગૃતિથી જિલ્લા અને રાજ્યના અન્ય BLO એ પણ પ્રેરણા મેળવવી જોઈએ.

Advertisement

https://www.revoi.in/wp-content/uploads/2025/11/WhatsApp-Video-2025-11-20-at-5.23.54-PM.mp4

૩૨- બાયડ વિધાનસભાના ભાગ નં- ૯૨ અણિયોર- ૧ વિસ્તારના BLO શ્રી રાકેશભાઈ દરજી ૫૬ વર્ષની ઉંમરે પણ ખુબજ મહેનત અને જોમ સાથે કામગીરી કરી છે. તેમના મતવિસ્તારમાં કુલ ૭૧૮ મતદારોનો ઘરેઘરે સંપર્ક કરી EF (ગણતરી ફોર્મ) વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી *BLO App.*માં પૂર્ણ કરી, ભાગ નં.૯૨ ની ૧૦૦% કામગીરી માત્ર ૧૧ દિવસમાં પૂર્ણ કરી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી. આ કામમાં તેમના પત્નીએ પણ કદમ થી કદમ મિલાવીને મદદ કરી છે. ગૃહિણી જોવા છતાં તેમણે તેમના પતિને દરેક પગલે મદદ કરી ખરા અર્થમાં અર્ધાંગિનીનો ભાગ ભજવ્યો છે.

આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બંને BLO ને જીલ્લા ચૂંટણી અધિકારી અને અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકએ તેમની ઓફિસમાં બોલાવી અભિનંદન પાઠવી પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા. સાથે જ અન્ય BLOને પણ આ BLO થકી પ્રેરણા મેળવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સુચન કર્યું.

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

Advertisement
Tags :
Aravalli DistrictAravalli district District CollectorAravalli district newsBLOelection commission of IndiaExemplary performanceGujarat newssirsir newsVideo news
Advertisement
Next Article