હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકોનું 19 દિવસથી ચાલતું આંદોલન

04:05 PM Aug 15, 2025 IST | Vinayak Barot
Advertisement

ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકો છેલ્લા 19 દિવસથી વિવિધ માગણીઓના ઉકેલ માટે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને 'ગુજરાત માજી સૈનિક સંગઠન' દ્વારા 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. આ આંદોલન સરકાર દ્વારા માજી સૈનિકોની ભરતીમાં લાગુ કરાયેલા લઘુત્તમ લાયકાત ધોરણો સામે વિરોધ કરી રહ્યા છે.

Advertisement

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે માજી સૈનિકોનું આંદોલન આજે 19માં દિવસમાં પ્રવેશ્યુ છે. માજી સૈનિકોની મુખ્ય માંગણી સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે. આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગ માટે જમીન, હથિયાર લાઇસન્સ, અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાયની માગણી કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે.

માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું કે, ​'આજે અમારા આંદોલનને 19 દિવસ પૂરા થયા છે. અનામતના અમલીકરણને લઈને અમે ધરણા પર બેઠા છીએ. સરકાર સાથે વાતચીત ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી.

Advertisement

તેમણે વધુમાં ઉમેર્યું કે, આથી અમારા પાંચ સૈનિકો આજે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ સૈનિકોને રોડ પર બેસવું ન પડે અને વહેલી તકે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવે, કારણ કે આ ગુજરાત માટે એક કલંક છે.' જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તારીખ 19 ઓગસ્ટ, 2025ના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે ત્રણથી ચાર હજાર ભૂતપૂર્વ સૈનિકો જોડાશે. જો આ પછી પણ નિરાકરણ નહીં આવે, તો અન્ય સંગઠનો અને આમ જનતાના સહયોગથી સમગ્ર ગુજરાતમાં એક વિશાળ જનમેદની ભેગી કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.​​​​​​​

Advertisement
Tags :
Aajna Samacharagitation for 19 daysBreaking News Gujaratiex-servicemenGandhinagarGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article