હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઉનાળો આકરો બને તે પહેલા જ રાજ્યના 63 જળાશયોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો

06:35 PM Mar 26, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયા બાદ વાતાવરણમાં આંશિક પલટો આવતા ગરમીમાં થોડો ઘટાડો થયો હતો. હવે 29મી માર્ચથી 1લી એપ્રીલ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. અને ત્યારબાદ એપ્રીલ-મેમાં રેકર્ડબ્રેક તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે રાજ્યના ઘણા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું નોંધાયું છે. જેમાં 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. જળસ્તરનો આ આંકડો મધ્ય ઉનાળામાં જ ગુજરાતના અનેક ગામડાંઓમાં પાણીની અછત ઊભી કરે તેવી ભીતિ સર્જાઈ છે.

Advertisement

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 61.16 ટકા જળસ્તર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર છે. જોકે ગત વર્ષની તુલનાએ આ વર્ષે જળાશયોમાં પાણીનો જથ્થો વધુ છે, ગતવર્ષે 25 માર્ચના રોજ 55.81 ટકા, જ્યારે સરદાર સરોવરમાં 58.79 ટકા જળસ્તર નોંધાયું હતું. આમ, ગયા વર્ષની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ ખૂબ જ સારી છે. ગુજરાતમાં હાલ 25 માર્ચની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર નોંધાયુ છે. જ્યારે કચ્છના કાલિયા, દેવભૂમિ દ્વારકાના સૈની અને જૂનાગઢના પ્રેમપરા એમ 3 જળાશય સંપૂર્ણ ખાલીખમ થઈ ગયા છે. 6 જળાશયોમાં 90 ટકાથી વધુ, 11 જળાશયોમાં 80થી 90 ટકા, 8 જળાશયોમાં 70થી 80 ટકા અને 181 જળાશયોમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર જળાશય સુરેન્દ્રનગરનું ચુડા છે. આ સિવાય મહિસાગરનું વણાકબોરી, બોટાદનું ખાંભડા, કચ્છનું કાલાઘોડા-ટપ્પર, રાજકોટનું આજી-1, સુરેન્દ્રનગરનું ધોળી ધજા 90 ટકાથી વધુ જળસ્તર ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં ઉપલબ્ધ કુલ જળના બે ટકા અને કુલ વસ્તીના 5 ટકા પાણીનો પુરવઠો ધરાવે છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
63 reservoirsAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratiless than 30 percent water contentlocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article