ESICએ 10 નવી ESIC મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
નવી દિલ્હીઃ દેશમાં કર્મચારીઓના ઉત્થાન માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ વિવિધ સંસ્થા અથવા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થયો છે. દરમિયાન દેશમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠલ 10 નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૌદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હેઠળ રૂ. 3921 કરોડનાં મૂલ્યનાં 28 મુખ્ય પ્રોજેક્ટનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. ઈએસઆઈસીએ અંધેરી (મહારાષ્ટ્ર), બસઈદરાપુર (દિલ્હી), ગુવાહાટી-બેલડોલા (આસામ), ઈન્દોર (મધ્યપ્રદેશ), જયપુર (રાજસ્થાન), લુધિયાણા (પંજાબ), નરોડા-બાપુનગર (ગુજરાત), નોઈડા અને વારાણસી (ઉત્તર પ્રદેશ), રાંચી (ઝારખંડ)માં 10 નવી ઈએસઆઈસી મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં સેવા પૂરી પાડવાની વ્યવસ્થા વધારવા અને સરકારની એક્ટ ઈસ્ટ પોલિસીના વિઝનને પરિપૂર્ણ કરવા માટે ઈએસઆઈસીએ સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ડિસ્પેન્સરી, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર/પ્રાદેશિક/પેટા-પ્રાદેશિક કચેરીઓની સ્થાપના માટે વર્તમાન નિયમો હળવા કર્યા છે. ઉપરાંત ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં 06 ડિસ્પેન્સરી કમ બ્રાન્ચ ઓફિસ (ડીસીબીઓ)ને મંજૂરી આપવામાં આવી છે અને ઇએસઆઈ સામાજિક સુરક્ષાનાં લાભ વધારે સારી રીતે પ્રદાન કરવા માટે માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે પૂર્વોત્તર રાજ્યો અને સિક્કિમમાં 06 કેમ્પ કમ લાયઝન ઓફિસને પણ મંજૂરી આપવામાં આવી છે.
સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત તબીબી સારસંભાળની સુલભતા પ્રદાન કરવા માટે ઇએસઆઇસી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) સાથે સમન્વય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. તેનાથી 14.43 કરોડથી વધારે ઇએસઆઈ લાભાર્થીઓ અને તેમનાં પરિવારજનોને લાભ થશે. ઇએસઆઇસી લાભાર્થીઓ 30,000થી વધારે એબી-પીએમજેએવાય – પેનલમાં સામેલ હોસ્પિટલોમાં દ્વિતીયક અને તૃતીયક સેવાઓનો લાભ લઈ શકશે, જેમાં સારવારનાં ખર્ચ પર કોઈ નાણાકીય ટોચમર્યાદા નહીં હોય.
સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિયેશન (આઇએસએસએ)ના રિજનલ સોશિયલ સિક્યુરિટી ફોરમ ફોર એશિયા એન્ડ પેસિફિક (આરએસએસએફ એશિયા-પેસિફિક) ઇવેન્ટમાં ઇએસઆઇસીએને વિવિધ કેટેગરીમાં મેરિટના 4 સર્ટિફિકેટ મળ્યા હતા.