For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઈપીએફઓ ધારકોને હવે સરળતાથી પોતાના નાણા ઉપાડી શકશે

07:00 PM Mar 19, 2025 IST | revoi editor
ઈપીએફઓ ધારકોને હવે સરળતાથી પોતાના નાણા ઉપાડી શકશે
Advertisement

નવી દિલ્હીઃ તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ધારકો તેમના પીએફ નાં પૈસા સીધા એટીએમ માંથી ઉપાડી શકશે. કેન્દ્ર સરકાર આ માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે EPFO ની નવી મોબાઇલ એપ EPFO 3.0 મે-જૂન 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી, EPFO તેના ગ્રાહકોને ATM કાર્ડ જારી કરશે. આ સાથે, સબ્સ્ક્રાઇબર્સ તેમના પીએફના પૈસા તાત્કાલિક ઉપાડી શકશે. હાલમાં, હાલમાં, EPFO સબ્સ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન દાવાની પતાવટ માટે 7 થી 10 દિવસ રાહ જોવી પડે છે.

Advertisement

સરકાર મે-જૂન 2025 સુધીમાં EPFO 3.0 એપ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ એપ લોન્ચ થયા પછી, EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે PF સ્ટેટસ ચેક કરવાનું, ટ્રાન્સફર કરવાનું અથવા દાવાઓનું સમાધાન કરવાનું સરળ બનશે. હાલમાં, પીએફના પૈસા ઉપાડવામાં ઘણો સમય લાગે છે, પરંતુ ઘણા દસ્તાવેજો પણ ભરવા પડે છે.

• પીએફ શું છે?

Advertisement

કોઈપણ સરકારી કે ખાનગી કર્મચારી પાસે પીએફ ખાતું હોય છે. ભારતમાં કરોડો કર્મચારીઓ EPFO સાથે સંકળાયેલા છે. કર્મચારીના મૂળ પગારના 12% પીએફ ખાતામાં જમા થાય છે. કંપની આટલો જ હિસ્સો જમા કરે છે.

• એટીએમ માંથી કઈ રીતે ઉપાડી શકાશે?

આ નવી પ્રક્રિયામાં, EPFO તેના સબ્સ્ક્રાઇબર્સને એક ખાસ ATM કાર્ડ જારી કરશે, જે તેમના PF ખાતા સાથે લિંક થશે. આ કાર્ડનો ઉપયોગ કરીને, સબ્સ્ક્રાઇબર્સ તેમના પીએફના પૈસા સીધા એટીએમ મશીનોમાંથી ઉપાડી શકશે. EPFO 3.0 ના આગમન પછી, ઉપાડ મર્યાદા કુલ જમા રકમના 50% સુધી મર્યાદિત હોઈ શકે છે. એટલે કે કર્મચારીઓ તેમના પીએફના તમામ પૈસા એકસાથે ઉપાડી શકતા નથી. આ લોકો EPFO ATM સેવા માટે પાત્ર છે. આ સુવિધા લાગુ થયા પછી, તે લોકોને ખૂબ ફાયદો થશે જેઓ નોકરી દરમિયાન બીજા શહેરમાં હતા અને હવે પોતાના ઘરે પાછા ફર્યા છે. આ સાથે, હવે તેમને પેન્શન ચકાસણી માટે ભટકવાની જરૂર રહેશે નહીં. ડિજિટલ માધ્યમ દ્વારા આ પ્રક્રિયા સરળ બનશે. EPFO એ PF એકાઉન્ટ એડવાન્સ ફંડ ઉપાડની મર્યાદા વધારી દીધી છે. નવા નિયમો અનુસાર, EPFO સબ્સ્ક્રાઇબર્સ મેડિકલ ઇમરજન્સી દરમિયાન તેમના PF ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે. પહેલા આ રકમની મર્યાદા 50,000 રૂપિયા હતી. જોકે, આ સુવિધા મેળવવા માટે, સબ્સ્ક્રાઇબર્સને KYC, દાવાની વિનંતીની પાત્રતા અને બેંક ખાતાની વિગતો જેવા દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

Advertisement
Tags :
Advertisement