For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પત્નીએ પોતાની માસુમ બાળકીને માર મારતા ઉશ્કેરાયેલા પતિએ ગળુ દબાવી પત્નીની હત્યા કરી

05:23 PM Nov 17, 2025 IST | Vinayak Barot
પત્નીએ પોતાની માસુમ બાળકીને માર મારતા ઉશ્કેરાયેલા પતિએ ગળુ દબાવી પત્નીની હત્યા કરી
Advertisement
  • વડોદરાના તાંદલજા વિસ્તારમાં મોડી રાતે બન્યો બનાવ,
  • બાળકીને માર્યા બાદ પત્નીએ પૈસા કમાવવાની તારી ઓકાત નથી કહેતા પતિ ઉશ્કેરાયો,
  • પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે છ મહિનાની બાળકીને માર મારવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે,  વડોદરા શહેરના તાંદલજાના મહાબલીપુરમ વિસ્તારમાં કાસીમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ તેમની છ મહિનાની બાળકી સાથે થોડા સમય પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. રવિવારે રાત્રે મિસબા કોઈ કારણસર પોતાની બાળકીને માર મારી રહી હતી, જેથી પતિ કાસીમે તેને બાળકીને માર ન મારવાનું કહ્યુ હતુ. પતિએ વારંવાર ના પાડવા છતાં પત્નીએ બાળકીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. તેથી બંને વચ્ચે બોલાચાલી થતાં પત્નીએ પતિને કહ્યું કે, 'તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો.' આ સાંભળી કાસીમ ગુસ્સે ભરાયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, "મેં માર મારવાની ના પાડતા તેણે માર મારવાનું ચાલુ રાખતા મને ગુસ્સો આવી ગયો હતો અને પત્નીનું ગળું દબાવી દીધું હતું.'

આ બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે કાસીમને પણ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે પત્નીનું ગળું દબાવી દીધું હોવાની કબૂલાત કરી હતી. પોલીસ જ્યારે મહાબલીપુરમના મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં પડેલી હતી. પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી પતિ કાસીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement