શોપિયામાં યુદ્ધવિરામના બે દિવસ પછી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠર મરાયાં
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.જિલ્લાના શુકરુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સંયુક્ત દળોએ શુકરુ કેલરમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. "જ્યારે શોધખોળ ચાલી રહી હતી, ત્યારે કેટલીક ગોળીબારના અવાજો સંભળાયા." તેમણે કહ્યું કે આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
દરમિયાન, 22 એપ્રિલે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓના પોસ્ટર દક્ષિણ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ચોંટાડવામાં આવ્યા છે. પોસ્ટરોમાં તે લોકોની ધરપકડ કરવા માટે માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. હુમલાખોરો હજુ પણ ફરાર છે.