સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે
નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે.
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનવવાની યોજનાને કેન્દ્ર સરકારની કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે.
1) રોપવેને કારણે થશે આ ફાયદા
હાલમાં 8-9 કલાકનો પ્રવાસ હવે માત્ર 36 મિનિટમાં પૂર્ણ થશે.
પર્યાવરણને અનુકૂળ, આરામદાયક અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
ચારધામ યાત્રાનો પ્રચાર થવાથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે.
યાત્રાળુઓની અવરજવર આખા છ મહિના સુધી ચાલુ રહેશે, જેનાથી પહેલા બે મહિનામાં સંસાધનો પરનું ભારે દબાણ ઘટશે.
મુસાફરીની મોસમ દરમિયાન રોજગારીની તકો વધશે.
વૃદ્ધો અને અપંગો માટે મુસાફરીને વધુ સુલભ અને અનુકૂળ બનાવશે.
૨) કાનૂની આધાર:
કેદારનાથ રોપવે પ્રોજેક્ટ ઉત્તરાખંડ રોપવે એક્ટ, 2014 હેઠળ કાર્યરત થશે, જે લાઇસન્સિંગ, કામગીરીનું નિરીક્ષણ, સલામતી અને ભાડું નિર્ધારણ માટે કાનૂની માળખું પૂરું પાડે છે.
બીજો પ્રોજેક્ટ - રોપવે પ્રોજેક્ટ હેમકુંડ સાહિબમાં બનવાનો છે. તેની કિંમત 2730 કરોડ રૂપિયા છે.
આ પ્રોજેક્ટ દ્વારા, હેમકુંડ સાહિબ અને વેલી ઓફ ફ્લાવર્સની યાત્રા કરી શકાય છે.